Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    16 દિ'માં 2,932 વાહનો ખરીદાયા:જામનગરમાં નવરાત્રી-દિવાળી પર્વે મોટરિંગનો ક્રેઝ યથાવત

    2 days ago

    છોટાકાશી જામનગર સહિત જિલ્લામાં તહેવારો દરમિયાન વિશેષ ખરીદીનો ક્રેઝ હજુય જળવાયેલો રહયો છે.જેના પગલે નવરાત્રી-દિવાળી તહેવારોની સિઝનમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. આરટીઓકચેરીના સત્તાવાર આંકડા મુજબ, દિવાળી પર્વ કરતાં નવરાત્રી પર્વ દરમિયાન નવા વાહનોની ખરીદી અને નોંધણી વધુ થઈ છે. નવરાત્રીના દસ દિવસમાં કુલ 1,742 નવા વાહનોની નોંધણી થઈ હતી, જ્યારે દિવાળીના છ દિવસમાં 1,190 વાહનો રસ્તા પર આવ્યા છે. આમ, બંને મુખ્ય તહેવારો દરમિયાન શહેર અને જિલ્લામાં કુલ 2,932 નવા વાહનોનો ઉમેરો થયો છે. નવરાત્રી પર્વના 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધીના સમયગાળામાં લોકોએ શુકનવંતા દિવસોમાં વાહન ખરીદવાનો ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ સમયગાળામાં 1,200 મોટરસાઇકલ અને 345 મોટરકારની નોંધણી થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જગતના તાતે કૃષિ વિષયક કામગીરી માટે 64 એગ્રીકલ્ચર ટ્રેક્ટરની હોશભેર ખરીદી કરી હતી. આ ઉપરાંત 71 ઓટોરિક્ષા, 57 ગુડ્સ કેરિયર અને 5 બસનું પણ રજિસ્ટ્રેશન થયું હતું. દિવાળી પર્વ નિમિત્તે 5 નવેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન પણ શોરૂમમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. જેમાં ઉપરોકત 6 દિવસમાં સૌથી વધુ 978 મોટરસાઇકલ અને 159 મોટરકારની નોંધણી થઈ હતી. કોમર્શિયલ વાહનોમાં 23 ઓટોરિક્ષા, 21 ગુડ્સ કેરિયર, 4 ટ્રેક્ટર, 2 બસ, 2 ઈ-રિક્ષા અને 1 કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ વ્હીકલની નોંધણી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તબકકાવાર વાહન નોંધણીનું સરવૈયુ‎ 2932 પૈકી 2178 ટુ વ્હીલર...‎ જામનગરમાં નવરાત્રી-દિવાળી પર્વના લગભગ પખવાડીયા‎દરમિયાન 2932 નવા વાહનોની ખરીદીમાં 2178‎મોટરસાઇકલનો સમાવેશ થતો હોવાનુ સામે આવ્યુ છે.આમ,કુલ‎વાહનોની ખરીદીમાં લગભગ 74.29 ટકા જેટલો હિસ્સો ટુ‎વ્હીલર(મોટરસાઇકલ)નો રહયો હોવાનુ બહાર આવ્યુછે. જેમાં‎નવરાત્રી પર્વમાં 1200 જેટલા ટૂવ્હીલરો માર્ગો પર આવ્યા હતાં.‎
    Click here to Read More
    Previous Article
    દુષ્કાળ વચ્ચે સખાવત:ખારવાના ખેડૂતે પ્રસરાવી ગૌસેવાની સુવાસ સાત વિઘાનો મગફળીનો ચારો અર્પણ કર્યો
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:જામનગરની 158 ગ્રામ પંચાયતોના 1,330 વોર્ડનું અનામત રોટેશન, 50.6 % એટલે કે 673 બેઠકો પર "નારી પ્રભુત્વ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment