Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:જામનગરની 158 ગ્રામ પંચાયતોના 1,330 વોર્ડનું અનામત રોટેશન, 50.6 % એટલે કે 673 બેઠકો પર "નારી પ્રભુત્વ'

    2 दिन पहले

    જામનગર જિલ્લાના તમામ 6 તાલુકાઓ — ધ્રોલ, જામજોધપુર, જામનગર ગ્રામ્ય, જોડીયા, લાલપુર અને કાલાવડના 158 ગ્રામ પંચાયતોના સરપંચ પદ અને કુલ 1,330 વોર્ડ (બેઠકો) માટે વર્ગવાર અને મહિલા અનામત બેઠકોની સંયુક્ત વિગતો સામે આવી છે. સમગ્ર જિલ્લાના આંકડાઓ પર નજર કરીએ તો, કુલ બેઠકોમાંથી 50 ટકા જેટલી એટલે કે 673 બેઠકો વિવિધ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. જિલ્લાના છયેય તાલુકાઓમાં 158 ગ્રામ પંચાયતની સરપંચ-સભ્ય પદ માટેના રોટેશન જાહેર થયા છે. જેમાં તમામ પંચાયતના વોર્ડ કુલ 1,330 બેઠકો પૈકી 751 બેઠકો બિન-અનામત (સામાન્ય) રાખવામાં આવી છે. જ્યારે અનામત વર્ગોમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) માટે 311 બેઠકો, અનુસૂચિત જાતિ (SC) માટે 184 બેઠકો અને અનુસૂચિત આદિજાતિ (ST) માટે 54 બેઠકો ફાળવવામાં આવી છે. મહિલા સશક્તિકરણ અને અનામતની જોગવાઈ મુજબ સમગ્ર જિલ્લામાં કુલ 673 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. જેમાં સૌથી વધુ સામાન્ય મહિલા માટે 426 બેઠકો અનામત છે. આ ઉપરાંત, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓ માટે 167 બેઠકો, અનુસૂચિત જાતિની મહિલાઓ માટે 50 બેઠકો અને અનુસૂચિત આદિજાતિની મહિલાઓ માટે 30 બેઠકો અનામત રાખવામાં આવી છે. આમ, જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તમામ 6 તાલુકાઓનું સંયુક્ત અનામત માળખું સ્પષ્ટ થતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય માટેની પેનલો તૈયાર થઈ રહી છે. જામનગર તાલુકાના 38 ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી જામનગર તાલુકાના બાડા, બાલંભડી, બેરાજા, ચાંપાબેરાજા, ચંગા-બાવરીયા, ચેલા, દડીયા, દરેડ, ઢંઢા, ધુડશીયા, ધુતારપર, દિગ્વિજ્યગ્રામ, ગાગવા, ગોરધનપર, હાપા, હર્ષદપુર, જગા, જામવંથલી, કનસુમરા, ખંભાલીડા નાનોવાસ, ખારાવેઢા, કોંઝા, લાખાબાવળ, મકવાણા, મોડા ગંગાજળા, મોડપર, મોટી બાણુંગાર, નાના થાવરીયા, શેખપાટ, સુમરી ભલસાણ, સુર્યપરા, તમાચણ, વાગડીયા, વાણીયાગામ, વરણ, વસઈ, વેરતીયા, વિજરખી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. જામજોધપુર તાલુકાના 32 ગામોમાં સરપંચની ચૂંટણી જામજોધપુર તાલુકાના આંબરડી, બાવડીદડ, ભોજાબેડી, ચીરોડાસંગ, ચુર, દલ દેવળીયા, ધ્રાફા, ઘેલડા, ગીંગણી, ઈશ્વરીયા, જશાપર, કડબાલ, કોટડા બાવીશી, મહિકી, માંડાસણ, મેઘપર, મોટાવડીયા, નંદાણા, નરમાણા, પરડવા, સખપુર ધ્રાફા, સતાપર, શેઠવડાળા, સીદસર, સડોદર, સોનવડીયા, તરસાઈ, વાલાસણ, વનાણા, વાંસજાલીયા, વસંતપુર, વેરાવળ-કોઠાવીરડી ગામનો સમાવેશ થાય છે. જોડીયાના 15 ગામોમાં ચૂંટણી જોડીયા તાલુકાના બીજલકા, ધરમપુર, ગોલીટા, હમાપર, કાતડા, લૈયાળા, લતીપુર, માણેકપર, માવાપર, મોડપર, મોટા ઈટાળા, સગાડીયા, સણોસરા-છલ્લા, સોયલ, સુધાધુના અને વાંકીયા ગામનો સમાવેશ છે. ધ્રોલ તાલુકાના 16, લાલપુરમાં 30,‎કાલાવડમાં 27, પંચાયતોમાં ચૂંટણી‎ જિલ્લાના ધ્રોલ તાલુકાના 16, લાલપુરના 30 અને કાલાવડના 27 ગ્રામ‎ પંચાયતો મળીને કુલ 73 ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાનાર છે. જેથી જે ‎ગામોમાં ચુંટણી યોજાનાર છે તે ગામોમાં કયા વોર્ડમાં અને કયાં સરપંચની‎ અનામત છે તે પંચાયત ઓફીસની બહાર જાહેરનામું તૈયાર કરવામાં‎ આવ્યું છે.‎
    Click here to Read More
    Previous Article
    16 દિ'માં 2,932 વાહનો ખરીદાયા:જામનગરમાં નવરાત્રી-દિવાળી પર્વે મોટરિંગનો ક્રેઝ યથાવત
    Next Article
    વિહાર સેવા:દેવબાગમાં વિહાર સેવા ગ્રુપનું સાધુ ભગવંતો દ્વારા બહુમાન, રાષ્ટ્રીય કક્ષાની ટ્રોફી અર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment