Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી બાયપાસ પર હિટ એન્ડ રન:બાઈકની પાછળ બેઠેલા યુવાનના બંને હાથ કપાઈ જતાં ઘટનાસ્થળે મોત

    7 घंटे पहले

    અમરેલીના લાઠી રોડ પર વૃંદાવન પાર્ક-3માં રહેતા અને હ્યુન્ડાઈના શો-રૂમમાં પ્રાઈવેટ નોકરી કરતા જીગ્નેશભાઈ કનુભાઈ સોસા રવિવારે રાત્રિના 10:30 વાગ્યાના સુમારે પોતાના મિત્રની મોટરસાયકલ પાછળ બેસીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન લાઠી રોડ બાયપાસ પર ટોયોટા શો-રૂમની સામે પહોંચતા જ પૂરઝડપે ધસી આવેલા કોઈ અજાણ્યા વાહને તેમની બાઇકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે જીગ્નેશભાઈ રોડ પર પટકાયા હતા અને અજાણ્યા વાહનના તોતિંગ પૈડા નીચે આવી જતાં તેમના બંને હાથ ખભાથી કપાઈને બાજુમાં પડી ગયા હતા. જ્યારે પગ ઘૂંટીથી પંજા સુધી ચુંદાઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં ગંભીર ઈજાઓ પહોંચતા જીગ્નેશભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક સામે વિનુભાઈ ભગવાનભાઈ સોસા (ઉં.વ. 73)એ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પિતા બાદ પુત્રનો પણ અકસ્માતમાં જ મોત પોલીસ ફરિયાદમાં વિનુભાઈ સોસાએ જણાવ્યું હતું કે મૃતક જીગ્નેશભાઈના પિતા કનુભાઈ અરજણભાઈ સોસાનું પણ અગાઉ વાહન અકસ્માતમાં જ મૃત્યુ થયું હતું. હવે તેમનો એકનો એક પુત્ર જીગ્નેશ પણ આ જ રીતે અકસ્માતનો ભોગ બનતા પરિવાર પર બેવડો વજ્રઘાત થયો છે. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી‎ મૃતક જીગ્નેશભાઈના પરિવારમાં માતા મીનાબેન, પત્ની‎ઉર્વશીબેન, એક નાનો પુત્ર હેતાંશ સહિત એક બહેન છે. પરિવારના‎એકમાત્ર કમાનાર યુવાન પુત્રના અકાળે અવસાનથી પરિવાર પર‎આભ તૂટી પડ્યું છે. અને પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.‎
    Click here to Read More
    Previous Article
    દીકરીઓ સંયમના માર્ગે ખુલ્લા પગે નીકળી પડશે:સુરતના કરોડપતિ કાપડ વેપારી, પત્ની અને બે દીકરીઓ સાથે દીક્ષા લઈ સંયમનો માર્ગ અપનાવશે, એક દીકરી પહેલાં જ બની ગયા છે સાધ્વી
    Next Article
    ધારાસભ્યના હસ્તે રૂપિયા 1 કરોડના વિકાસકાર્યનો પ્રારંભ: સુવિધામાં વધારો:ઇંગોરાળામાં સીસી રોડ બનતા ગ્રામજનો, ખેડુતો અને વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment