Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીઓ સંયમના માર્ગે ખુલ્લા પગે નીકળી પડશે:સુરતના કરોડપતિ કાપડ વેપારી, પત્ની અને બે દીકરીઓ સાથે દીક્ષા લઈ સંયમનો માર્ગ અપનાવશે, એક દીકરી પહેલાં જ બની ગયા છે સાધ્વી

    6 hours ago

    સુરતના કાપડના વેપારી દિલીપભાઈ ભોગરે તેમની પત્ની અને બે દીકરીઓ સાથે સંયમના માર્ગે આગળ વધતા દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. મોહ-માયાના તમામ સુખોનો ત્યાગ કરીને આ પરિવાર 8-ફેબ્રુઆરીએ દીક્ષા લેશે. સામાન્ય લોકો જે સપનાં જોતા હોય છે તેવી તમામ સુખ-સુવિધાઓ, કરોડોની કમાણી, બિઝનેસ અને હસતા-રમતા પરિવારને છોડીને તેઓ સંન્યાસી બનવાના માર્ગે નીકળી પડ્યા છે. ઉદયપુરના જસવંતગઢના વતની દિલીપભાઈએ પોતાનો કરોડોનો કારોબાર પણ તેમના પાર્ટનર કપિલ કુમારને સોંપી દીધો છે. દિલીપભાઈ (47), તેમના પત્ની જ્યોતિબેન (45), મોટી દીકરી છવિ (22) અને નાની દીકરી ચાર્વી (14) સાથે ખુલ્લા પગે સંયમના માર્ગે નીકળી પડશે. દિલીપભાઈના નાના ભાઈ ભૂપેન્દ્રએ જણાવ્યું હતું કે, ચાર પેઢી પહેલાં તેમના પૂર્વજોએ પણ દીક્ષા લીધી હતી તેમના ભાઈએ આ પ્રથાને આગળ વધારી છે. કરિયર અને રમતગમતને અલવિદા કહીને દીકરીઓ સંયમના માર્ગે ખુલ્લા પગે નીકળી પડશે મોટી દીકરી છવિએ ગ્રાફિક ડિઝાઈનિંગનો અભ્યાસ કરીને ક્રોશિયા આર્ટ વડે પોતાનું કામ પણ શરૂ કરી દીધું હતું. જ્યારે સૌથી નાની દીકરી ચાર્વી ફૂટબોલ ખેલાડી તરીકે જિલ્લા સ્તરની મેચો રમી ચુકી છે. પરંતુ ધર્મની લગન લાગતાં છવિએ પોતાનો વ્યવસાય બંધ કરી અને ચાર્વીએ નવમા ધોરણનો અભ્યાસ છોડીને અધ્યાત્મની રાહ પસંદ કરી લીધી હતી. દિલીપભાઈના પિતા રાજસ્થાનથી 60 વર્ષ પહેલાં સુરત આવીને સ્થાયી થયા હતાં દિલીપભાઈના પિતા 60 વર્ષ પહેલાં રાજસ્થાનથી સુરત આવી કાપડનો કારોબાર શરૂ કરી સુરતમાં જ સ્થાયી થયા હતા. ત્યારબાદ દિલીપભાઈ અને તેમના બે ભાઈઓએ પણ માર્કેટમાં કાપડના કારોબારને આગળ વધાર્યો હતો. દિલીપભાઈ ભોગરે કાપડના કારોબારમાં રાત-દિવસ એક કરીને વાર્ષિક 15 કરોડ રૂપિયાનું ટર્નઓવર ઊભું કર્યું હતું. સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં તેમની 3 દુકાનો ચાલતી હતી. દિલીપભાઈની એક દીકરી શૈલીએ વર્ષ 2023માં જ દીક્ષા ગ્રહણ કરી હતી તેઓ સાધ્વી દર્શિતાના નામથી ઓળખાય છે. લપસી જવાથી પડી ગયા, 7 દિવસે ભાન આવ્યું, ત્યારથી મોક્ષના માર્ગનો નિર્ણય થોડા વર્ષો પહેલાં દિલીપભાઈ ધાબા પર ગયા હતા. ટાંકી ઓવરફ્લો થતાં ઢોળાયેલાં પાણીના કારણે પગ લપસી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ 7 દિવસ પછી તેમને ભાન આવ્યું હતું અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા હતા. સૌને ડર હતો કે તેમની યાદશક્તિ જતી ન રહે અથવા લકવો ન મારી જાય આ પછી સંસારમાં સુખ છે જ નહીં તેવો વિચાર કરીને દિલીપભાઈએ 7 વર્ષ પહેલાં જ સંયમનો રસ્તો અપનાવવાનો નિર્ણય લીધો હતો. > ભૂપેન્દ્ર ભોગર, (ભાઈ)
    Click here to Read More
    Previous Article
    ઉધનાના સફાઈકર્મી સાથે સાયબર ગઠિયાઓનું કારસ્તાન:લાલ સિગ્નલ થયા બાદ ફોન હેક થયો બે ખાતામાંથી 1.45 લાખ ઉપડી ગયા
    Next Article
    અમરેલી બાયપાસ પર હિટ એન્ડ રન:બાઈકની પાછળ બેઠેલા યુવાનના બંને હાથ કપાઈ જતાં ઘટનાસ્થળે મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment