Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગવાણા ગામે દસાડા-બેચરાજી ફોરલેન માર્ગનું ખાતમુહૂર્ત:145 કરોડના ખર્ચે ટૂ-લેનમાંથી ફોરલેનમાં રૂપાંતરિત કરાશે;પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગવાણા ગામે દસાડા-બેચરાજી ફોરલેન માર્ગના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત થયું. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો. 145 કરોડ રૂપિયાના ખર્ચે દસાડાથી બેચરાજી સુધીનો માર્ગ ટુ-લેનમાંથી ફોર-લેનમાં બદલાશે. મંત્રી દર્શનાબેન વાઘેલાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં રોડ કનેક્ટિવિટી વધારવા પર ભાર મુકાયો છે. આ ફોરલેન રસ્તો સૌરાષ્ટ્રથી મહેસાણા, શંખેશ્વર જૈન મંદિર અને બેચરાજીને જોડશે. તેનાથી વાહનવ્યવહાર સુધરશે અને મુસાફરીનો સમય ઘટશે. આ રસ્તાથી રાજસ્થાનથી મોરબી સિરામિક ઉદ્યોગ માટે કાચા માલની હેરફેરનો સમય ઘટશે, વેપારમાં ઝડપ આવશે. નવા ઉદ્યોગો સ્થપાશે અને સ્થાનિક યુવાનોને રોજગારી મળશે. ધારાસભ્ય પી.કે. પરમારે આ માર્ગને અકસ્માતો ઘટાડવા મહત્વનો ગણાવ્યો.
    Click here to Read More
    Previous Article
    સ્ટારબગ કોફી શોપમાં યુવકના બેગમાંથી પર્સ ચોરીના CCTV:યુવતીએ ચોરી કરેલા ક્રેડિટ કાર્ડથી 27,000 રુપિયાનું શોપિંગ કરી નાખ્યું, નવરંગપુરામાં પોલીસ ફરિયાદ
    Next Article
    રેસકોર્સમાં યોગનો મહાસંગમ:માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત હજારો લોકોએ ઉત્સાહભેર યોગાભ્યાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment