Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં અંધારપટ સાથે ધોધમાર વરસાદ:મીઠાખળી અંડરપાસ બંધ કરાયો, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા; આગામી 3 કલાક માટે રેડ એલર્ટ

    10 hours ago

    અમદાવાદમાં આજે કાળા ડિબાગ વાદળોની ઘેરાબંધી અને કાળાધબ્બ અંધારપટ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે શહેરમાં બપોરે 1 વાગ્યા સુધી આગામી ત્રણ કલાક માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. કાળઝાળ અંધારું અને ઘટેલી વિઝિબિલિટીને કારણે વાહનચાલકો માટે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. પશ્ચિમ વિસ્તારમાં વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો અટવાયા શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા હેલ્મેટ સર્કલ, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા, અંધજન મંડળ, સેટેલાઈટ, શિવરંજની, વેજલપુર, જોધપુર, પ્રહલાદ નગર અને ઈસ્કોન સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સમગ્ર એસ.જી. હાઈવે પર અંધારપાટ છવાઈ જવાના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી અને નોકરી-ધંધે જતાં લોકો અટવાયા હતા. પૂર્વ અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી અનુસાર પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ, નિકોલ, ઈસનપુર, મણિનગર, નારોલ અને વટવામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત નરોડા પાટિયા, નરોડા ગામ અને કુબેરનગર ITI વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક વરસાદના કારણે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીનું જળસ્તર 129 ફૂટ રાખવામાં આવ્યું છે. આ સાથે જ નદીમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના ત્રણ દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચીને LAC પર પોતાના સૈનિકોની સંખ્યા ઘટાડી:રક્ષા મંત્રાલયના રિપોર્ટમાં દાવો- ભારતની તૈયારી મજબૂત, જમ્મુ-કાશ્મીરમાં હિંસા અને પથ્થરમારાની ઘટના પણ ઓછી થઈ
    Next Article
    "Acha Hua/i>": Shehnaaz Gill On Her Shelved Film With John Abraham, Riteish

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment