Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વના ધારાસભ્યના જન્મદિન નિમિત્તે મેગા મેડિકલ કેમ્પનું આયોજન:વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમો અને મેગા મેડિકલ કેમ્પ યોજાયો, વૃક્ષારોપણ, ગૌપૂજન અને કેન્સર નિદાન વેન દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી, 500થી વધુ દર્દીઓએ લાભ લીધો

    8 hours ago

    આજે 19 સપ્ટેમ્બરે પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યાના જન્મદિવસ નિમિતે કાર્યકરો અને જનપ્રતિનિધિઓના સહિયારા પ્રયાસોથી શહેરભરમાં વિવિધ સામાજિક અને વિશિષ્ટ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું., સવારથી કાર્યક્રમની શરૂઆત ગૌશાળા ખાતે ગૌમાતાના પૂજનથી કરવામાં આવી હતી, ત્યારબાદ નજીકમાં આવેલા ઓક્સિજન પાર્ક ખાતે સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ શાળાની વિધાર્થીનીઓએ ઉત્સાહભેર જોડાઈને વૃક્ષારોપણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ કરીને 30મી તારીખ સુધી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા રિપોર્ટ તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે., આ પ્રસંગે એક વિશાળ 'મેગા મેડિકલ કેમ્પ'નું પણ આયોજન કરાયું હતું, જેમાં સર ટી. હોસ્પિટલ અને રેડક્રોસ સોસાયટીના સહયોગથી ઉત્કૃષ્ટ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કેમ્પમાં વિવિધ વિષયના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હાજર રહ્યા હતા. અહીં સ્થળ પર જ લોહીના વિવિધ ટેસ્ટ, સિરમ રિપોર્ટ અને જરૂરી દવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.મેગા મેડિકલ કેમ્પ અને કેન્સર નિદાન વેનમાં 500 થી વધુ દર્દીઓએ આ કેમ્પ નો લાભ લીધો હતો, આ કેમ્પનું મુખ્ય આકર્ષણ ભારતની પ્રથમ વિશેષ કેન્સર વેન રહી હતી, જેનું પ્રસ્થાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાવવામાં આવ્યું હતું. રેડક્રોસ સંચાલિત આ વેનમાં 10 પ્રકારના કેન્સરનું પ્રાથમિક સ્ટેજ પર જ નિદાન કરી શકાય છે. જો કોઈ દર્દીને વધુ નિદાન કે સારવારની જરૂર જણાય, તો તેમને આગળની તબીબી મદદ માટે પણ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે. આ મેગા મેડિકલ કેમ્પ રેડક્રોસ સોસાયટી, સર ટી. હોસ્પિટલના સંયુક્ત સહયોગથી પી.જે. વિધાસંકુલ બાલયોગીનગર ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો, રેડક્રોસ સોસાયટી દ્વારા અત્યાધુનિક કેન્સર નિદાન વાન દ્વારા ખાસ કરીને બહેનોમાં થતા કેન્સરનું સચોટ નિદાન થઈ શકશે. જનરલ ફિઝિશિયન, ચેસ્ટ ફિઝિશિયન, ઓર્થોપેડિક, ઈ.એન.ટી., ગાયનેકોલોજિસ્ટ, આંખના સર્જન દ્વારા તપાસ અને નિદાન કરવામાં આવી હતી તેમજ સ્થળ પર જ નિઃશુલ્ક લેબોરેટરી રિપોર્ટ્સ પણ કરવામાં આવ્યા હતા, લોહીની, કિડનીની, ડાયાબિટીસ, હૃદય સંબંધી તપાસ, શ્વાસ અને ફેફસાંની તપાસ કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.. ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા ને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા શહેર અને જિલ્લાના પ્રમુખો, સંગઠનોના આગેવાનો, તથા લોક પ્રતિનિધિઓ તેમજ ભાવેણાવાસીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, એસપી, મહાજન મંડળ, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી...
    Click here to Read More
    Previous Article
    રાજકોટની મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત:આંધ્રપ્રદેશની 19 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવ્યું, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં AI બેઝ અભ્યાસ કરતી'તી
    Next Article
    પાટણના સાંતલપુરમાં બોગસ ડોક્ટર ઝડપાયો:ધોરણ 12 પાસ શખસ ડિગ્રી વગર એલોપેથિક સારવાર આપતો, SOGએ ₹24841ના મુદ્દામાલ સાથે પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment