Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    21 જૂને વડનગરમાં આ 105 બાળકો પર હશે બધાની નજર:ગુજરાતમાં પહેલી જ વાર ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતાં બાળકો યોગ કરતાં જોવાં મળશે

    8 घंटे पहले

    21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દેશ ને દુનિયામાં સેલિબ્રેટ કરવામાં આવશે. ગુજરાતમાં પણ અનેક જગ્યાએ યોગ ડે ઉજવવામાં આવશે, પરંતુ આ વખતે ગુજરાતનાાં વડનગરમાં એકદમ અલગ જ યોગ થવાના છે. વડનગરમાં શર્મિષ્ઠા તળાવ આગળ યોજાનારા આ યોગ સેલિબ્રેશનમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ તથા ઉંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ખાસ હાજર રહેવાના છે. ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ વડનગરમાં આયોજીત યોગ દિવસના સેલિબ્રેશનમાં ઇતિહાસમાં પહેલી જ વાર ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા 105 બાળકો યોગ કરશે. 105 બાળક કેમ તે પાછળ પણ રસપ્રદ વાત જોડાયેલી છે. વાત જાણે એમ છે કે 1921માં કેનેડામાં ઇન્સ્યૂલિનની શોધ થઈ હતી અને 1922માં ઇન્સ્યૂલિનનો વિધિવતૂ ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. આ રીતે ઇન્સ્યૂલિનની શોધને આ વર્ષે 105 વર્ષ પૂર્ણ થયા છે. આ જ કારણે યોગ દિવસમાં ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતાં 105 બાળકો યોગ કરતાં જોવા મળશે. સરકાર દ્વારા યોજાનારા આ યોગ સેલિબ્રેશનમાં ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો પહેલી જ વાર સ્ટેજ પર આ રીતે યોગ કરશે. પહેલી જ વાર જાહેરમાં મોટા સ્ટેજ પર સ્થાન મળવાને કારણે આ બાળકો પોતાને સમાજમાં તરછોડાયેલા નહીં, પણ પોતે પણ સમાજનો જ હિસ્સો છે તેવી લાગણી અનુભવશે તે વાત નક્કી છે. ટાઇપ 1 બાળકોને ફ્રીમાં ઇન્સ્યૂલિન આ વર્ષે 30 એપ્રિલે કેન્દ્રીય આરોગ્ય ને પરિવાર કલ્યાણ મંત્રી જે. પી. નડ્ડાએ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ 2.0 હેઠળ ભારતના ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે નવી ગાઇડલાઇન એટલે કે નવી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ નીતિ પાછળ ગુજરાતના વિસનગરના જોષી પરિવારની આઠ વર્ષની મહેનત છે. પરિવારની બે દીકરીઓએ ડૉ. સ્મિતાબેન જોષી તથા ડૉ. શુક્લાબેન રાવલે ગુજરાત જ નહીં, ભારતભરના ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને નિઃશુલ્ક ઇન્સ્યુલિન સહિતની સારવાર મળે તે માટેનું બીડું ઝડપ્યું હતું. એ વાત પણ ખાસ છે કે અમેરિકા પણ ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને મફતમાં ઇન્સ્યુલિન આપતું નથી, જ્યારે ભારતમાં હવે દરેક બાળકને આ સારવાર સરકારી હૉસ્પિટલમાં ફ્રીમાં મળશે. આ નીતિ હેઠળ હવે ભારતની તમામ સરકારી જિલ્લા હૉસ્પિટલમાં વિના મૂલ્યે ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને ફ્રી ઈન્સ્યુલિન ઉપરાંત ફ્રી ગ્લુકોમીટર, ફ્રી સ્ટ્રીપ્સ, પ્સ, ફ્રી લેબોરેટરી ટેસ્ટ, ફ્રી મેડિકલ ચેકઅપ ફોર કોમ્પલીકેશન્સ જેવી સુવિધા મળશે. આ ઉપરાંત ભારતભરમાં આંગણવાડી તથા શાળાોમાં સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. મહેસાણાની બંને બહેનો ટાઇપ 1 ડાયાબિટીસ માટે કામ કરી રહી છે ઉલ્લેખનીય છે કે ડૉ. સ્મિતાબેન તથા ડૉ. શુક્લાબેને 2018માં મહેસાણા જિલ્લાથી ટાઇપ 1 ડાયાબિટીસ બાળકોને મદદ કરવાની શરૂઆત કરી. તેમણે મહેસાણા જિલ્લામાં બાળકોને ગ્લુકોમીટર, સ્ટ્રીપ્સ, ઈન્સ્યુલિન વગેરે પહોંચાડી, એમના ફ્રી લેબોરેટરી બ્લડ ટેસ્ટ, કીડની ની તપાસ, આંખોની તપાસ સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક કરી આપી. આ ઉપરાંત તેમણે સમાજમાં ટાઇપ 1 ડાયાબિટીસ પ્રત્યે જનજાગૃત્તિ આવે તે માટે ભારતભરમાં સ્વ ખર્ચે કાર યાત્રા કરી. અમેરિકામાં પણ આ આ રીતની કાર યાત્રા કરીને ટાઇપ 1 ડાયાબિટીસ પ્રત્યે અવેરનેસ લાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકામાં 2023માં ટાઇપ-1 ડાયાબિટીસ અવેરનેસ મીટ એન્ડ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર નવી ગાઇડલાઇન બહાર પાડે તે માટે આ બંને બહેનોએ ઘણી જ મહેનત કરી હતી. આ પણ વાંચો 'જગત જમાદાર અમેરિકા જે ના કરી શક્યું તે ભારતે કર્યું':મમ્મીના આંસુ જોઈ ગુજરાતની બે દીકરીઓએ વચન આપ્યું ડૉ. સ્મિતાબેન જોશી તથા તેમના નાના બહેન ડૉ. શુક્લા રાવલે 2018થી 2026 સુધીમાં આ નવી ગાઇડલાઇન માટે કેવા પ્રયાસો કર્યા, કેવી મુશ્કેલીઓ સહન કરી તે અંગે દિવ્ય ભાસ્કર સાથે વિગતે વાત કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    સુરત જિલ્લા પંચાયતમાં હલ્લાબોલ:500થી વધુ હેલ્થ વર્કરો ધસી આવ્યા, 4 મહિનાથી પગાર ન મળતા તંત્ર સામે આક્રોશ
    Next Article
    राम मंदिर को लेकर रोज़ नए खुलासे, फिर योगी ने क्यों कहा कि मत करें चर्चा?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment