Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતી નદી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી:NEERI અને અટીરાના રીપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયા, ઇન્ડસ્ટ્રીયલ ટ્રીટ કરાયેલા પાણીનો રિયુઝ માટે પાયલટ પ્રોજેક્ટ તૈયાર

    11 घंटे पहले

    સાબરમતી નદીના પ્રદૂષણ મામલે સુઓમોટો રિટની સુનાવણીમાં હાઇકોર્ટ સમક્ષ NEERI અને અટિરાના રિપોર્ટના ઉલ્લેખ આજે કરવામાં આવ્યા હતા. જે તમામ મુદ્દા રેકર્ડ પર લઇ ચીફ જસ્ટિસની બેન્ચે આગામી દિવસોમાં જરૂરી આદેશ પસાર કરવાનું કહ્યું છે. સાથે જ હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને આ મામલે બનાવવામાં આવેલા જોઇન્ટ ટાસ્ક ફોર્સને તેમનો રિપોર્ટ રજૂ કરવાના મૌખિક નિર્દેશ સાથે હાઇકોર્ટે વધુ સુનાવણી 17 મી જુલાઇએ રાખી છે. NEERIએ વચગાળાનો રિપોર્ટ રજૂ કર્યો આ મામલે સુનાવણીમાં હાઇકોર્ટે નેશનલ એન્વાયર્ન્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અને અટીરાને સોગંદનામું કરવાનું કહ્યું હતું. જે મુજબ સોગંદનામું કરીને CETPz, ઝીરો ડિસ્ચાર્જનું મોનિટરિંગ અને NEERIએ વચગાળાનો રિપોર્ટ રજૂ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. નીરી ટ્રીટ કરાયેલા ઇન્ડસ્ટ્રિયલના દુષિત પાણીના રિયુઝ અંગેનો પાયલોટ પ્રોજેક્ટ કરવા તૈયાર છે એમ પણ જણાવવામાં આવ્યું છે. ત્રણ CETPz નીરીની ભલામણ મુજબ કાર્ય કરીને પ્રદૂષણ ઘટાડવા તૈયાર છે. એટલું જ નહીં CETPzમાં નોંધપાત્ર સુધારો થયો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. GPCB અને જોઇન્ટ ટાસ્ક ફોર્સને રિપોર્ટ રજૂ કરવા કહ્યું જો કે આ સમગ્ર મામલે અટિરાની ભલામણની પણ ચર્ચા કોર્ટમાં થઇ હતી.જે નીરી કરતાં અલાયદી હતી. જેમાં ઇન્ડસ્ટ્રીઝના પ્રદુષિત પાણીમાં કલર્સ હોવાનું અને એ પાણી સીધી નદીમાં જતું હોવાથી પ્રદુષણ ફેલાતું હોવાનું સામે આવ્યું હતું. તેથી આ મામલે અલાયદો હોવાની કોર્ટે ટકોર કરી હતી અને આ મામલે આગામી દિવસમાં જરૂરી નિર્દેશો આપવામાં આવશે એમ હાઇકોર્ટે કહ્યું હતું. સાથે જ GPCB અને જોઇન્ટ ટાસ્ક ફોર્સને તેમના રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટે કહ્યું છે. શું આ ગામ ધોળખા નગર પાલિકા હેઠળ આવે છે કેમ? ધોળકા મ્યુનિસિપાલ્ટી વિસ્તારમાં કંપનીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે મામલે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનને હાઇકોર્ટે કેટલાક સવાલો કર્યા હતા કે તમે ધોળકા ખાતે સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા છે. ત્યારે આ મામલે સામે આવેલા જે ત્રણ ગામડાઓમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યો છે, તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે કે કેમ? શું આ ગામ ધોળખા નગર પાલિકા હેઠળ આવે છે કેમ? સોગંદનામું કરીને જવાબ આપવામાં આવે ત્યારે આ મામલે ફરિયાદી પક્ષના એડવોકેટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તમે જે ત્રણ ગામની વાત કરી રહ્યા છો, એની સત્તા કોની જોડે છે એ તમે સ્પષ્ટ કર્યું નથી. જો ધોળકા નગર પાલિકાની વાત છે, તો ત્યાં તો GUDC સુએઝ પાઇપલાઇન નાંખી છે. આ મામલે હાઇકોર્ટે GUDCના એડવોકેટને આદેશ કર્યો હતો કે નવા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને અપગ્રેડેશન મુદ્દે સોગંદનામું કરીને જવાબ આપવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    રામમંદિરના ટ્રસ્ટી અનિલ મિશ્રની પૂછપરછ:યોગીએ કહ્યું- ગુનેગાર કોઈપણ હશે, છોડાશે નહીં; 500 વર્ષ રાહ જોઈ, 15 દિવસ વધુ
    Next Article
    સુરત જિલ્લા પંચાયતમાં હલ્લાબોલ:500થી વધુ હેલ્થ વર્કરો ધસી આવ્યા, 4 મહિનાથી પગાર ન મળતા તંત્ર સામે આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment