Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થોડા દિવસ પહેલાં જ શરૂ કરાયેલી લાઈટો ફરી બંધ થઇ:પોરબંદર હાઈવે પર ધરમપુર પાટિયાની ટાવર લાઈટ ફરી બંધ : અકસ્માતનું જોખમ

    7 घंटे पहले

    પોરબંદર હાઈવે પર ધરમપુર પાટિયા પાસે ડિવાઈડર પર લગાવવામાં આવેલી હાઈમાસ્ટ ટાવર લાઈટ ફરી બંધ થઈ જતાં રાત્રિના સમયે વાહનચાલકોની મુશ્કેલી વધી છે. મહત્વનું એ છે કે, થોડા દિવસ પહેલાં જ આ બંધ લાઈટો શરૂ કરવામાં આવી હતી, પરંતુ ફરીથી બંધ થઈ જતાં આ વિસ્તારમાં અંધકાર છવાયેલો છે. આ માર્ગ પર દિવસ-રાત ભારે વાહનો, ડમ્પર, બસ અને ટ્રકો સહિત નાના-મોટા વાહનોની સતત અવરજવર રહે છે. ધરમપુર પાટિયા પાસે વળાંક અને રોડ ક્રોસિંગ હોવાથી રાત્રે પૂરતો પ્રકાશ ન મળતાં વાહનચાલકોને મુશ્કેલી પડે છે. સામેથી આવતા વાહનોની હેડલાઈટના પ્રકાશમાં વળાંક અને રસ્તાની સ્થિતિ સ્પષ્ટ ન દેખાતાં અકસ્માતની ભીતિ રહે છે. થોડા દિવસમાં જ ફરી લાઈટો બંધ થઈ જતાં કામગીરીની જાળવણી સામે પણ સવાલો ઊભા થયા છે. અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા લાઈટો ફરી શરૂ કરાય તે જરૂરી બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    માંડવા ગામે લોખંડના ધારિયાથી કામ કરતા હતા:વીજ પોલ પાસે કામ કરતી વખતે કરંટ લાગતાં યુવાનનું મોત થયું
    Next Article
    ભાસ્કર વિશેષ:મોઢવાડાની વાડીના 80 ફૂટ ઊંડા કૂવામાં 11 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યૂ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment