Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંડવા ગામે લોખંડના ધારિયાથી કામ કરતા હતા:વીજ પોલ પાસે કામ કરતી વખતે કરંટ લાગતાં યુવાનનું મોત થયું

    7 hours ago

    પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના માંડવા ગામે વીજ કરંટ લાગવાની દુર્ઘટનામાં 28 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ પરિવારમાં થતાં શોકની લાગણી ફેલાઈ હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ, કુતિયાણાના માંડવા ગામના ભરત દેવાયતભાઈ કાંબરીયા નામના 28 વર્ષીય યુવાન ગામના જગમાલભાઈ ભીમાભાઈ વરૂના ખેતરમાં સેઢા પાસે આવેલા GEBના વીજ થાંભલા નજીક લોખંડના ધારિયાથી કામ કરી રહ્યા હતા. આ દરમિયાન કોઈ કારણોસર તેમને અચાનક વીજશોક લાગ્યો હતો. કરંટ લાગતાં તેઓ ગંભીર રીતે અસરગ્રસ્ત બનતા ભરત દેવાયતભાઈ કાંબરીયાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં સ્થાનિક સ્તરે શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની કાર્યવાહી કુતિયાણા પોલીસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:પોરબંદરના યુવાનને આર્મેનિયામાં નોકરીની લાલચ આપી 3 લાખની છેતરપિંડી : SPને લેખિત અરજી
    Next Article
    થોડા દિવસ પહેલાં જ શરૂ કરાયેલી લાઈટો ફરી બંધ થઇ:પોરબંદર હાઈવે પર ધરમપુર પાટિયાની ટાવર લાઈટ ફરી બંધ : અકસ્માતનું જોખમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment