Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:પોરબંદરના યુવાનને આર્મેનિયામાં નોકરીની લાલચ આપી 3 લાખની છેતરપિંડી : SPને લેખિત અરજી

    7 hours ago

    પોરબંદરના યુવાનને આર્મેનિયામાં નોકરીની લાલચ આપી રૂ. 3 લાખની છેતરપિંડી અંગેની એસ.પી.ને લેખિત અરજી કરવામાં આવી છે. જેમાં ઈઝરાયેલનો બોગસ ઓફર લેટર આપી ટુરિસ્ટ વિઝા પર આર્મેનિયા મોકલી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ​પોરબંદરમાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને વધુ એક યુવાન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની લેખિત અરજી જિલ્લા પોલીસ અધિક્ષકને કરવામાં આવી છે. શહેરના ધરમપુર વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરતા 24 વર્ષીય મયુર માલદે શિંગરખિયાએ છાયા ચોકી વિસ્તારમાં રહેતા દેવાંગ મહેશભાઈ ઝાલા સામે રૂ. 3 લાખ ઓળવી જઈ વિશ્વાસઘાત કર્યાનો આક્ષેપ કર્યો છે. અરજીમાં જણાવ્યા મુજબ, આર્થિક સ્થિતિ નબળી હોવાથી સામેવાળાએ મયુરને ત્રણ મહિનામાં ઈઝરાયેલ મોકલી આપવાની વાત કરી હતી અને ત્યારબાદ આર્મેનિયાના વિઝા તત્કાલ મળી જશે તેમજ હોટલમાં વેઈટર તરીકે માસિક રૂ. 70 થી 80 હજાર પગાર મળશે તેવી લાલચ આપી હતી. કુલ રૂ. 3 લાખના ખર્ચ પેટે મયુરે છાયા ગામના રહેવાસી પાસેથી રૂ. 2 લાખ 3 ટકાના વ્યાજે લઈને તેમજ બાકીના રૂ. 1 લાખ મોટા બાપા પાસેથી લઈને ચૂકવ્યા હતા. જોકે, આરોપીએ ઈઝરાયેલનો બોગસ ઓફર લેટર આપી અને કોઈ પણ જાતના કરાર કે હોટલના ઓથોરિટી લેટર વગર ટુરિસ્ટ વિઝા પર આર્મેનિયા મોકલી આપ્યો હતો. ત્યાં કોઈ કામધંધો ન મળતા વિઝાની મુદત પૂર્ણ થયે યુવાનને ભારત પરત ફરવાની ફરજ પડી હતી. પૈસા પરત માંગતા ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી ભારત પરત આવ્યા બાદ યુવાને પોતાના પૈસા પરત માંગતા શરૂઆતમાં ટૂંક સમયમાં આપી દેવાનો વાયદો કરાયો હતો. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં પૈસા લેવા જતા સામેવાળાના વકીલ પિતા મહેશભાઈએ બીજી વખત આવતો નહીં, નહિતર ગમે તે ગુનામાં સંડોવી દઈશ અને અમારું કોઈ કાંઈ નહીં કરી શકે તેવી ધમકી આપી હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. હાલ વ્યાજના ચક્રમાં ફસાયેલા યુવાને ન્યાયના હિતમાં LCB વિભાગના વડાને તપાસ સોંપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીના 6 દિ'માં 545 નવા વાહનો રસ્તા પર દોડતા થયા:ધનતેરસ-દિવાળી ટાણે પોરબંદરવાસીઓનો ધૂમખરીદીનો માહોલ રહ્યો
    Next Article
    માંડવા ગામે લોખંડના ધારિયાથી કામ કરતા હતા:વીજ પોલ પાસે કામ કરતી વખતે કરંટ લાગતાં યુવાનનું મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment