Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીના 6 દિ'માં 545 નવા વાહનો રસ્તા પર દોડતા થયા:ધનતેરસ-દિવાળી ટાણે પોરબંદરવાસીઓનો ધૂમખરીદીનો માહોલ રહ્યો

    7 घंटे पहले

    દીપોત્સવના પાવન પર્વ અને ધનતેરસના તહેવાર ટાણે પોરબંદર જિલ્લાવાસીઓએ શુકનવંતી ખરીદીનો પરંપરાગત સિલસિલો જાળવી રાખીને ઉત્સાહભેર નવા વાહનોની ખરીદી કરી છે. તહેવારોની આ સિઝનમાં વાહન ચાલકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, જેની સીધી ઝાંખી આરટીઓના રજિસ્ટ્રેશન આંકડાઓમાં જોવા મળી છે. સત્તાવાર વિગતો અનુસાર, ગત તા. 05/11/2026 થી 10/11/2026 સુધીના માત્ર 6 દિવસના ટૂંકા સમયગાળામાં જ પોરબંદર જિલ્લામાં કુલ 545 નવા વાહનોનું ધમાકેદાર રજિસ્ટ્રેશન નોંધાયું છે. તહેવારોની આ મસમોટી ખરીદીના કારણે માત્ર ઓટોમોબાઈલ શો-રૂમ જ નહીં, પરંતુ સરકારી તિજોરીમાં પડી છે. આ 6 દિવસ દરમિયાન વાહન વેરા અને પાસિંગ વગેરેની આવક પેટે સરકારને કુલ રૂપિયા 90,99,324 ની માતબર આવક પ્રાપ્ત થઈ છે. દિવાળીના તહેવાર નિમિત્તે બાઈક, સ્કૂટરથી લઈને મોંઘી કાર અને કોમર્શિયલ વાહનોની ખરીદીમાં થયેલા આ વધારાને કારણે સ્થાનિક ઓટોમોબાઈલ માર્કેટમાં પણ ભારે તેજી અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ઓટો માર્કેટમાં તેજીનો બૂસ્ટર ડોઝ! દિવાળીના તહેવારોમાં માત્ર વાહનોની ખરીદી જ નહીં, પરંતુ ઓટોમોબાઈલ ઉદ્યોગ સાથે જોડાયેલા એસેસરીઝ, ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્સ સેક્ટરમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ટૂંકા ગાળામાં 500થી વધુ વાહનો વેચાવાથી સ્થાનિક ડીલરો અને શો-રૂમના સંચાલકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. નવા વાહનોની સાથે લોકોમાં અવનવા ફેન્સી નંબર મેળવવાનો પણ ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. તહેવારોની ખરીદીથી રોજગારીને વેગ‎ દિવાળી દરમિયાન વાહનોની વધતી ખરીદીની અસર‎માત્ર શો-રૂમ પૂરતી સીમિત રહેતી નથી. વાહન વેચાણ‎સાથે વીમા, ફાઇનાન્સ, આરટીઓ એજન્ટ, એસેસરીઝ,‎સર્વિસ સેન્ટર અને વાહન સજાવટના વ્યવસાયમાં પણ‎કામકાજ વધે છે. આમ, તહેવારોની ખરીદી સ્થાનિક વેપાર‎સાથે સંકળાયેલા અનેક નાના-મોટા વ્યવસાયોને પણ‎આર્થિક વેગ પૂરો પાડે છે.‎
    Click here to Read More
    Previous Article
    ભાવનગર DRMએ ધોળાથી પોરબંદર રેલવે ખંડનું વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું:ટ્રેક, પુલો અને લેવલ ક્રોસિંગની સ્થિતિ તપાસ કરી અધિકારીઓને સુચના અપાઇ
    Next Article
    છેતરપિંડી:પોરબંદરના યુવાનને આર્મેનિયામાં નોકરીની લાલચ આપી 3 લાખની છેતરપિંડી : SPને લેખિત અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment