Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરાશે‎:80મા સ્વાતંત્ર દિનની ઉજવણી પોરબંદરમાં થશે

    10 hours ago

    પોરબંદરમાં 80મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની ઉજવણીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. નાગરિકોને સહભાગી થવા વહીવટી વિભાગે અનુરોધ કર્યો છે. ​ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે તા. 15મી ઓગસ્ટના રોજ પોરબંદર ખાતે જિલ્લાકક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારોહનો ઉત્સાહભેર યોજાશે. પોરબંદર સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે યોજાનારા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. ડી. ધાનાણીના વરદ્દ હસ્તે ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવશે.આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શાનદાર પરેડ ઉપરાંત દેશભક્તિસભર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય દિનની આ રાષ્ટ્રીય ઉજવણીમાં પોરબંદર જિલ્લાના તમામ નાગરિકો ઉત્સાહભેર જોડાય અને સહભાગી બને તે માટે નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ. ડી. મિયાત્રા દ્વારા જાહેર જનતાને હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે. સ્વાતંત્ર દિન પૂર્વે વહીવટી તંત્ર દ્વારા ફુલડ્રેસ રિહર્સલ યોજયું 15 મી ઓગસ્ટના રોજ પોરબંદર જિલ્લામાં 80માં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ પોરબંદર ખાતે કરવામાં આવનાર છે. તેને અનુલક્ષીને ફુલડ્રેસ રિહર્સલ યોજાયું હતું. જેમાં પોલીસ પરેડ નિરીક્ષણ, સાંસ્કૃતિક, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થો અને ચોરી ગુનાઓમાં આરોપીઓને શોધવા માટે પોલીસ વિભાગના ડોગની કાબિલીયત પ્રદર્શન કરતો ડોગ શો સહિતના કાર્યક્રમોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરની શ્રી મોબાઇલ દુકાનમાં બનાવ:ઓનલાઈન પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવી આઇફોનની ઠગાઇ કરી
    Next Article
    સ્વસહાય જૂથોની રાખડીઓ અને વિવિધ પરંપરાગત હસ્તકલા વસ્તુઓનું વેચાણ-પ્રદર્શન શરૂ:પોરબંદરમાં મહિલાઓને આર્થિક પગભર બનાવવા રાખીમેળાનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment