Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરની શ્રી મોબાઇલ દુકાનમાં બનાવ:ઓનલાઈન પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવી આઇફોનની ઠગાઇ કરી

    9 घंटे पहले

    પોરબંદરના આર્યસમાજ પાસે આવેલી શ્રી મોબાઇલ દુકાનમાંથી ઓનલાઈન પેમેન્ટ કર્યાનો સ્ક્રીનશોટ બતાવી રૂ.1,34,900ની કિંમતનો આઈફોન લઈ ગયા બાદ રકમ ખાતામાં જમા ન થતાં દુકાનના કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના ખારવાવાડમાં રહેતા નયન ભીમજીભાઈ કોટીયા નામનો યુવાન આર્યસમાજ પાસે આવેલ શ્રી મોબાઇલમાં નોકરી કરે છે. આશરે આઠ દિવસ અગાઉ એક અજાણ્યો વ્યક્તિ દુકાને મોબાઇલ જોવા આવ્યો હતો. ત્યારબાદ ફરી દુકાને આવી પોતાનું નામ રાજુ ભુતીયા હોવાનું જણાવી આઈફોન ખરીદવાની વાત કરી હતી. રૂ.1,34,900નો મોબાઇલ પસંદ કર્યા બાદ તેણે ઓનલાઈન પેમેન્ટ કરવાની વાત કરી હતી. રાજુ ભુતીયાએ ખાનગી બેંક મારફતે રૂ.1,31,000 તથા રૂ.4,000ના બે પેમેન્ટ કર્યાના સ્ક્રીનશોટ વોટ્સએપ પર મોકલ્યા હતા. રકમ થોડીવારમાં ખાતામાં જમા થશે તેમ કહી મોબાઇલ લઈ ગયો હતો. જોકે અડધીથી પોણી કલાક બાદ પણ રકમ જમા થઈ ન હતી. ફોન કરતાં થોડા સમય બાદ મોબાઇલ સ્વીચઓફ આવતાં આખરે દુકાનમાં નોકરી કરતા નયને શખ્સ સામે છેતરપિંડી અને ઠગાઈ અંગેની ફરિયાદ નોંધાવતા.પોલીસે રાજુ ભૂતિયા સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કીર્તિમંદિર પોલીસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બ્રિજ પર જાળી લગાવવા રજૂઆત છતાં તંત્ર લાપરવાહ‎:પતિને દેવું થતાં મહીમાં કૂદનાર મહિલાને માછીમારોએ બચાવી
    Next Article
    પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરાશે‎:80મા સ્વાતંત્ર દિનની ઉજવણી પોરબંદરમાં થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment