Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રિજ પર જાળી લગાવવા રજૂઆત છતાં તંત્ર લાપરવાહ‎:પતિને દેવું થતાં મહીમાં કૂદનાર મહિલાને માછીમારોએ બચાવી

    9 hours ago

    આંકલાવ સ્થિત ઉમેટા મહીસાગર નદીના બ્રિજ પરથી નદીમાં આપઘાત કરનારી મહિલાને સ્થાનિક માછીમારોએ સમયસૂચકતા વાપરી બચાવી લીધી હતી. મહિલાના પતિનું દેવું વધી જતાં તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લાં કેટલાંય સમયથી મહીસાગર નદી પરના બ્રિજ પર જાળી લગાવવાની રજૂઆતો તંત્ર દ્વારા કાને ધરવામાં આવતી નથી. ત્યારે બીજી તરફ આંકલાવ પોલીસ દ્વારા એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પોલીસ દ્વારા સ્થાનિક માછીમારો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે અને તેમને જો કોઈ વ્યક્તિ આપઘાત કરવા માટે આવે તો તુરંત જ તેમને બચાવી લેવાના પ્રયાસ હાથ ધરવા માટે સમજાવવામાં આવ્યા હતા. બીજી તરફ અવાર-નવાર કરવામાં આવતા સંકલનને પગલે માછીમારો પણ સમજદારી કેળવી તુરંત પગલા ભરી રહ્યા છે. શુક્રવારે બપોરે આ જ રીતે એક મહિલાએ નદીમાં ઝંપલાવ્યું હતું. જેને માછીમારો બચાવી લીધી હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસ પૂછપરછમાં મહિલા 28 વર્ષીય વર્ષાબેન ભાવિનભાઈ જાદવ હોવાનું જણાવ્યું હતું. આપઘાત કરવા પાછળ તેના પતિને દેવું થઈ ગયું હોય તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા તેણીને જીવન અમૂલ્ય હોવાનું અને આપઘાત ન કરવા માટે સમજાવી હતી અને પતિ સાથે પરિણીતાને સારવાર માટે મોકલી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:સેન્ટ્રલ સોલ્ટની ટેક્નોલોજીથી બન્યું દેશનું પ્રથમ "જલ યાન' : સોલાર પાવરથી ચાલશે
    Next Article
    પોરબંદરની શ્રી મોબાઇલ દુકાનમાં બનાવ:ઓનલાઈન પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવી આઇફોનની ઠગાઇ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment