Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:સેન્ટ્રલ સોલ્ટની ટેક્નોલોજીથી બન્યું દેશનું પ્રથમ "જલ યાન' : સોલાર પાવરથી ચાલશે

    8 घंटे पहले

    ભાવનગર ખાતે આવેલી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એ દેશની એક અગ્રણી રાષ્ટ્રીય સંશોધન લેબ છે. આ સંસ્થા પાણીને શુદ્ધ કરવા, ખારા પાણીને પીવાલાયક બનાવવા (ડિસેલિનેશન), એડવાન્સ્ડ મેમ્બ્રેન ટેકનોલોજી, સોલર-પાવર્ડ પ્રોસેસ અને પર્યાવરણને અનુકૂળ ઉકેલો વિકસાવવામાં વિશેષતા ધરાવે છે. તાજેતરમાં, CSIR-CSMCRI ની આ ટેકનોલોજીનું લાયસન્સ મેળવનાર નાગપુરની કંપની રાઈટ વોટર (Rite Water) એ પોતાના પ્રકારની પ્રથમ વ્યાવસાયિક મોબાઈલ વોટર પ્યુરિફિકેશન અને ડિસેલિનેશન વન બનાવીને તેનું સફળ પ્રદર્શન કર્યું છે. આ અનોખું ઈનોવેશન કોમ્પેક્ટ ડિઝાઇન, વિવિધ સ્ત્રોતોમાંથી પાણી શુદ્ધ કરવાની ક્ષમતા, સોલર ઈન્ટીગ્રેશન અને વનના એન્જિનથી ચાલવાની સુવિધા પૂરી પાડે છે, જેનાથી સ્વચ્છ પીવાના પાણી માટે ટકાઉ ઉકેલ મળે છે. તેના ઈનોવેશન સુરક્ષિત પીવાનું પાણી, ઔદ્યોગિક ઉપયોગ અને દરિયાકાંઠાના સંસાધનોના ટકાઉ સંચાલનમાં મદદ કરે છે.​ ગિયર અને પાવર ટ્રાન્સમિશન સિસ્ટમમાં કરાયેલા સુધારાના કારણે આ વાનને મેન્યુઅલ હસ્તક્ષેપ વગર ચલાવી શકાય છે. કુદરતી આપત્તિ સમયે આ વાન આશીર્વાદરૂપ ​સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. સંજય પાટિલના જણાવ્યા અનુસાર, આ આત્મનિર્ભર અને ગમે ત્યાં સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવી સિસ્ટમ કુદરતી આપત્તિઓ, માનવીય કટોકટી અને એવા અંતરિયાળ વિસ્તારો માટે આશીર્વાદરૂપ છે જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે.​CSIR-CSMCRI ના ડિરેક્ટર ડૉ. અરૂપ ઘોષે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક સંશોધનનું સાચું મહત્વ લેબમાં થયેલી શોધોને એવી ટેકનોલોજીમાં રૂપાંતરિત કરવામાં છે જે સમાજની જરૂરિયાતો પૂરી કરે અને લોકોનું જીવન વધુ બહેતર બનાવે. મધ્ય પ્રદેશમાં રોજ 80 હજાર લોકોને પાણી પૂરૂ પાડ્યું ​રાઈટ વોટર સોલ્યુશન્સ (ઈન્ડિયા) લિમિટેડ દ્વારા આ મોબાઈલ ડિસેલિનેશન વાનનું નામ "જલ યાન" રાખવામાં આવ્યું છે. ​કંપનીના MD અને CEO, અભિજીત ગાને જણાવ્યું હતું કે, તાજેતરમાં મધ્યપ્રદેશના પાંઢુર્ણા જિલ્લાના સૌંસર તહસીલના જામ-સાવલી ગામમાં આ વને સતત 8 દિવસ સુધી દરરોજ આશરે 70,000 થી 80,000 લોકોને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડ્યું હતું. ત્યારબાદ નાગપુરના રેશમબાગ સ્થિત દશેરા મેદાનમાં આયોજિત રામકથા કાર્યક્રમ દરમિયાન આ વાને સતત 5 દિવસ સુધી દરરોજ આશરે 20,000 થી 30,000 લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડ્યું હતું. આધુનિક સિસ્ટમ અને ​પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ​પાવર સિસ્ટમ : આ વનમાં 30 kVA નો ઓન-બોર્ડ પાવર જનરેશન સિસ્ટમ અને સોલર પાવર જનરેશન યુનિટ લગાવવામાં આવ્યું છે, જેથી વીજળીની ગ્રીડ ન હોય તો પણ તે સ્વતંત્ર રીતે કામ કરી શકે. અલ્ટ્રાફિલ્ટરેશન (UF) સિસ્ટમ: 4,000 LPH (લિટર પ્રતિ કલાક). ખારા પાણીની રિવર્સ ઓસ્મોસિસ (BWRO) સિસ્ટમ: 2,500 LPH ​દરિયાઈ પાણીની રિવર્સ ઓસ્મોસિસ (SWRO) ડિસેલિનેશન સિસ્ટમ: 300–400 LPH.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:ભાવનગરમાં 49839 વીજપોલ હટાવી નખાશે અંડરગ્રાઉન્ડ કેબલ
    Next Article
    બ્રિજ પર જાળી લગાવવા રજૂઆત છતાં તંત્ર લાપરવાહ‎:પતિને દેવું થતાં મહીમાં કૂદનાર મહિલાને માછીમારોએ બચાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment