Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:ભાવનગરમાં 49839 વીજપોલ હટાવી નખાશે અંડરગ્રાઉન્ડ કેબલ

    7 hours ago

    સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર સહિતના શહેરમાં આગામી સમયમાં થનારા વિકાસને ધ્યાનમાં લઈ PGVCL દ્વારા આગોતરૂ આયોજન કર્યું છે. PGVCLના સ્માર્ટ સિટીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ભાવનગર સર્કલમાં રૂ.1109.26 કરોડના ખર્ચે વિશેષ કામગીરી થશે. જેમાં ખાસ કરીને PGVCL ભાવનગર સર્કલના ભાવનગર સિટી ડિવિઝન-2 નીચેના ચાર સબ ડિવિઝનના વિસ્તારોમાં એચ.ટી. અને એલ.ટી.ના કુલ 49839 વીજપોલ હટાવી મેગા સિટીની માફક અંડરગ્રાઉન્ડ કેબલ નખાશે. ભાવનગર સર્કલમાં PGVCL સ્માર્ટ સિટીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં થનારી કામગીરીના તાજેતરમાં જારી કરાયેલા વર્ક ઓર્ડરમાં કુલ 21 જુદા-જુદા વિભાગમાં થનારી કામગીરીના 9 કોન્ટ્રાકટર કંપનીઓને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ભાવનગર સર્કલના સિટી ડિવિઝન-2 નીચેના હિલડ્રાઈવ, કાળિયાબીડ, ચિત્રા, અક્વાડા, કુંભારવાડા અને ડાયમંડ ચોક સબ ડિવિઝન નીચેના વિસ્તારોમાં વીજળીના એચ.ટી. અને એલ.ટી.ના વીજપોલ હટાવી અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવતા 1,33,779 ગ્રાહકોને અંડરગ્રાઉન્ડ કેબલ મારફતે વીજળી મળશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટની ફેક્ટ ફાઈલ તળાજા-મહુવા-સિહોરનો પણ સમાવેશ PGVCL ભાવનગર સર્કલમાં ભાવનગર શહેર ઉપરાંત તળાજા, મહુવા અને સિહોર શહેરમાં પણ રૂા.77.94 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવશે. આ ત્રણેય શહેરોના 11 કે.વી.ના 30 ફિડરોમાં આવતા એચ.ટી. અને એલ.ટી. વીજપોલ હટાવી અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    महुआ डाबर: वह गांव जिसे अंग्रेजों ने जलाकर मिटा दिया, उसकी चीख नहीं मिटा सके
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:સેન્ટ્રલ સોલ્ટની ટેક્નોલોજીથી બન્યું દેશનું પ્રથમ "જલ યાન' : સોલાર પાવરથી ચાલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment