Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વસહાય જૂથોની રાખડીઓ અને વિવિધ પરંપરાગત હસ્તકલા વસ્તુઓનું વેચાણ-પ્રદર્શન શરૂ:પોરબંદરમાં મહિલાઓને આર્થિક પગભર બનાવવા રાખીમેળાનો પ્રારંભ

    1 day ago

    પોરબંદરમાં મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સ્નેહની રાખી – સ્વલંબનની ડોર અંતર્ગત પોરબંદરના તન્ના હોલ ખાતે રાખીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર સાગરભાઈ મોદી અને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરાની ઉપસ્થિતિમાં આ મેળાનો શુભારંભ કરાયો હતો, જે આગામી 23 ઓગસ્ટ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. ​આ મેળામાં મહિલા સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી આકર્ષક રાખડીઓ ઉપરાંત પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, અજરખ પ્રિન્ટ, હાથશાળ, ટેરાકોટા, મોતીકામ અને માટીકામ સહિતની અસંખ્ય પરંપરાગત હસ્તકળાની ચીજવસ્તુઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. સ્થાનિક મહિલા કારીગરોને સીધું બજાર પૂરું પાડી તેમની આવક વધારવા માટેનું આ સુંદર પ્લેટફોર્મ બન્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, ડીડીઓ બી.બી. ચૌધરી, મનપા કમિશનર ટી.સી. તીરથાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈ બહેનોની કલાને બિરદાવી હતી. વિવિધ કળાઓ અને હસ્તકલાનું વૈવિધ્ય ​ આ પ્રદર્શનમાં માત્ર રાખડીઓ જ નહીં પરંતુ પરંપરાગત વાંસકામ,ચર્મકામ , પેચવર્ક, ટાંગલિયા, મશરૂ તેમજ કલમકારી જેવી લુપ્ત થતી જતી પ્રાચીન કળાઓથી બનેલી વિશેષ વસ્તુઓ પણ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
    Click here to Read More
    Previous Article
    પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરાશે‎:80મા સ્વાતંત્ર દિનની ઉજવણી પોરબંદરમાં થશે
    Next Article
    કાર્યવાહી:પોરબંદરના પાતા અને ગોરસર ગામે ખનીજ ચોરી પર તવાઈ: 15 ચરકડી મશીન, 3 ટ્રેક્ટર કબ્જે કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment