Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધને એટેક આવતાં કિન્નરે ભજવી તબીબની ભૂમિકા:સીપીઆર આપી જીવ બચાવી લીધો

    9 hours ago

    કોનું આયુષ્ય કોના હાથે વધવાનું છે કોને ખબર હોય? ભક્તિભાવ સાથે મોરબીથી અંબાજી તરફ પગપાળા જઈ રહેલા મોરબીના પદયાત્રી સંઘમાં જોડાયેલા એક કિન્નરે તબીબ કરતા પણ ઉમદા કામગીરી કરીને માનવતાની મિસાલ કાયમ કરી છે. જેમાં મોરબીથી અંબાજી સુધીની પદયાત્રા દરમિયાન મહેસાણા-બેચરાજી હાઈવે પર મહેસાણા બાયપાસ નજીક ખરી નદીના બ્રિજ પાસે ઘર નજીક ઉભેલા વૃદ્ધને હાર્ટ એટેક આવતાં તેમની સ્થિતિ નાજૂક બની હતી. આથી આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મોરબી જય અંબે પદયાત્રા સંઘનાં કિન્નર સમાજનાં સીમરન માસીએ આગળ આવી વૃદ્ધને CPR આપીને તેમનો જીવ બચાવી લીધો હતો. પદયાત્રા કરી રહેલો સંઘ મહેસાણા નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ખરી નદીના બ્રિજ પાસે પોતાના ઘર નજીક ઊભેલા એક વૃદ્ધને અચાનક હાર્ટ એટેક આવતાં તેઓની તબિયત લથડી હતી. તેથી પળનો વિલંબ કર્યા વગર આ જ સમયે પદયાત્રા સંઘમાં સામેલ સીમરન માસીએ વૃદ્ધને CPR આપ્યું હતું. 108 આવે ત્યાં સુધી સ્થિતિ સંભાળી સીમરન માસીએ કરેલા પ્રાથમિક સારવારના પ્રયાસોને પગલે વૃદ્ધની સ્થિતિમાં સુધારો થતાં તેમનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. ત્યારબાદ પદયાત્રીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને વૃદ્ધને વધુ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. માનવસેવા અને સંવેદનાને કોઈ સીમા હોતી નથી તેવું સીમરનમાસીએ સાબીત કરી દીધું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:આજે વર્ગખંડમાં તૈયાર થતી પેઢી જ વિશ્વનું ઉજ્જવળ ભવિષ્ય ઘડશે
    Next Article
    રોડ સલામતી અંગેની બેઠકોનો દોર છતાં દુર્ઘટનાની વણજાર:18 દી’માં મોરબી જિલ્લામાં 13ના જીવ ગયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment