Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:આજે વર્ગખંડમાં તૈયાર થતી પેઢી જ વિશ્વનું ઉજ્જવળ ભવિષ્ય ઘડશે

    8 hours ago

    દર વર્ષે 17 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1939માં ચેકોસ્લોવાકિયાના પ્રાગમાં નાઝી શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવનાર નવ વિદ્યાર્થી નેતાઓને ફાંસી આપવામાં આવી હતી. આ ઘટનાની સ્મૃતિમાં 1941માં લંડન ખાતે આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. આજે વિદ્યાર્થીઓ અને તેમના સ્વપ્નો જ વિશ્વના ઉજ્જવળ ભવિષ્યના પાયા છે. દિવ્ય ભાસ્કરની ટીમે વિદ્યાર્થીઓ સાથે વાત કરી તેમના સ્વપ્નો અને તેઓ ક્યાં પહોંચવા માગે છે તે અંગે જાણકારી મેળવી. આજે પાઠ્યપુસ્તકનું જ્ઞાન પૂરતું નથી વિજ્ઞાન, સંશોધન અને ટેકનોલોજીમાં ભારતીય વિદ્યાર્થીઓની સિદ્ધિઓ દેશનું ગૌરવ વધારે છે. જો કે વધતી શૈક્ષણિક ફી, સ્પર્ધાત્મક દોડ અને રોજગારીની અનિશ્ચિતતા જેવા પડકારો પણ તેમની સામે છે. આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની નવી ટેકનોલોજીનું જ્ઞાન મેળવવું સમયની અનિવાર્ય જરૂરિયાત બની છે. માત્ર પાઠ્યપુસ્તકોનું જ્ઞાન પૂરતું નથી, પરંતુ સર્જનાત્મકતા, સંશોધનવૃત્તિ અને વ્યવહારુ કૌશલ્યો પણ એટલાં જ મહત્ત્વનાં છે. દરેક વિદ્યાર્થીને ગુણવત્તાયુક્ત શિક્ષણ, યોગ્ય માર્ગદર્શન અને સમાન તકો મળે તે સમાજની સામૂહિક જવાબદારી છે. આજના વર્ગખંડમાં તૈયાર થતી પેઢી જ આવતીકાલના સમાજ, અર્થતંત્ર અને રાષ્ટ્રનું નેતૃત્વ કરવાની છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ શિક્ષણની શક્તિ, યુવા સંકલ્પ અને ઉજ્જવળ વિશ્વના નિર્માણમાં વિદ્યાર્થીઓના અમૂલ્ય યોગદાનને વંદન કરવાનો અવસર છે. ટેકનોલોજીનો ઉપયોગ માનવજાતના વિકાસ અને પર્યાવરણના રક્ષણ માટે થવો જોઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઝડપથી બદલાતી ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓએ માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પરંતુ સતત નવા કૌશલ્યો શીખવા પડશે. વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે હું માનું છું કે ટેકનોલોજીનો ઉપયોગ માનવજાતના વિકાસ અને પર્યાવરણના રક્ષણ માટે થવો જોઈએ, જેથી આપણે આવનારી પેઢીને એક સુરક્ષિત અને સમૃદ્ધ વિશ્વ આપી શકીએ. » માનસી રાજગોર, વિજ્ઞાન સ્નાતક, જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ ટેક્નોલોજી ઘણું શીખવે છે અમારે પુસ્તકોની બહાર નીકળીને સતત નવી સ્કિલ્સ શીખવી પડે છે. આ તીવ્ર સ્પર્ધાની સામે અમારી સૌથી મોટી તાકાત એ છે કે ટેકનોલોજી અમને ઘરે બેઠા ગ્લોબલ કંપનીઓ માટે કામ કરવાની અને નવા સ્ટાર્ટઅપ શરૂ કરવાની અસીમ તકો આપે છે. » અભિષેક ઉપેન્દ્રભાઈ ગઢિયા, કોમ્યુટર સાયન્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ ટકી રહેવું એ જ મુખ્ય પડકાર કોર્પોરેટ જગતની તીવ્ર સ્પર્ધા અને અનિશ્ચિત આર્થિક વાતાવરણમાં ટકી રહેવું એ અમારી સામેનો પડકાર છે; છતાં આ અભ્યાસક્રમ અમને ડેટા-આધારિત નિર્ણયશક્તિ, ટીમ વર્ક અને પોતાનું સ્ટાર્ટઅપ સફળતાપૂર્વક ચલાવવાની વૈજ્ઞાનિક સૂઝ આપે છે, જે દરેક ઇન્ડસ્ટ્રીમાં અમને આગળ રાખે છે. » તીર્થક ઉઘરેજા, બેચલર ઓફ સાયન્સ ઇન મેનેજમેન્ટ મોંઘું શિક્ષણ, સ્પર્ધાત્મક માહોલ અને રોજગારીની અનિશ્ચિતતાએ મુખ્ય પડકાર મોટાભાગના વિદ્યાર્થીઓ અન્ય દેશોની નવીનતમ ટેકનોલોજી તથા કાર્યશૈલી શીખે છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોના વિદ્યાર્થીઓ આજે વિજ્ઞાન, સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યા છે. વિદ્યાર્થીઓ સામે નવા પડકારો ઊભા થયા છે. મોંઘું થતું જતું શિક્ષણ, સ્પર્ધાત્મક વાતાવરણ અને રોજગારીની અનિશ્ચિતતા જેવા પ્રશ્નોનો તેઓ સામનો કરી રહ્યા છે. » અંશ વિનોદભાઈ ચાવડા, બી.ટેક કોમ્યુટર એન્જીનીયરીંગ
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં બે અલગ બનાવોમાં બે મહિલાના અકાળે મૃત્યુ:મોરબીમાં રસ્તો ઓળંગી રહેલી ઓરિસ્સાની મહિલાનું ટ્રકની ઠોકર લાગતાં મોત નીપજ્યું
    Next Article
    વૃદ્ધને એટેક આવતાં કિન્નરે ભજવી તબીબની ભૂમિકા:સીપીઆર આપી જીવ બચાવી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment