Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં બે અલગ બનાવોમાં બે મહિલાના અકાળે મૃત્યુ:મોરબીમાં રસ્તો ઓળંગી રહેલી ઓરિસ્સાની મહિલાનું ટ્રકની ઠોકર લાગતાં મોત નીપજ્યું

    8 hours ago

    મોરબી જિલ્લામાં અકસ્માત અને ડૂબી જવાના બે અલગ બનાવમાં બે મહિલાનાં મોત નીપજ્યાં હતાં. જેતપર રોડ પર બહુચર કાંટા પાસે ઓમાનો સિરામિક કારખાના સામે રસ્તો ઓળંગી રહેલી ઓડિશાની મહિલાને ટ્રકચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત થયું હતું. જ્યારે જોધપર નદી ગામ નજીક આવેલા મચ્છુ-૨ ડેમમાં ડૂબી જવાથી રવાપર રોડ પર રહેતાં 58 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. બંને બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતની નોંધ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ઓડિશાના અને હાલ મોરબીના બેલા ગામની સીમમાં આવેલા ઇટાલેક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટર્સમાં રહેતા હરીશભાઈ યતિશ્વર નાયક (ઉં.વ. 37)નાં પત્ની સુનિતાબેન (ઉં.વ. 38) જેતપર રોડ પર બહુચર કાંટા પાસે ઓમાનો સિરામિક કારખાના સામે રસ્તો ઓળંગી રહ્યાં હતાં. તે દરમિયાન ટ્રક નંબર GJ-12-AT-8298ના ચાલકે તેમને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરથી સુનિતાબેનને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પતિ હરીશભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં મોરબીના રવાપર રોડ પર આવેલી તુલસી હાઇટ્સમાં રહેતાં હંસાબેન મનસુખભાઈ લાણીયા (ઉં.વ. 58)નું જોધપર નદી ગામ નજીક આવેલા મચ્છુ-૨ ડેમમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. હંસાબેન ગઈકાલે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર ઘરેથી નીકળ્યાં હતાં અને ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. જાણ થતાં તેમના પુત્ર દ્વારા તેમને મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નોકરીવાંછુ ઉમેદવાર અને કંપની વચ્ચે સેતુ બન્યું સરકારનું ડિજિટલ પ્લેટફોર્મ:મોરબી જિલ્લાના 6,327થી વધુ યુવાનને‎ સાંપડી અનુબંધમ પોર્ટલથી રોજગારીની તક
    Next Article
    ભાસ્કર વિશેષ:આજે વર્ગખંડમાં તૈયાર થતી પેઢી જ વિશ્વનું ઉજ્જવળ ભવિષ્ય ઘડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment