Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોકરીવાંછુ ઉમેદવાર અને કંપની વચ્ચે સેતુ બન્યું સરકારનું ડિજિટલ પ્લેટફોર્મ:મોરબી જિલ્લાના 6,327થી વધુ યુવાનને‎ સાંપડી અનુબંધમ પોર્ટલથી રોજગારીની તક

    8 hours ago

    યુવાનોને તેમની શૈક્ષણિક લાયકાત અને કૌશલ્ય મુજબ રોજગારીની તકો મળી રહે તે માટે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું ‘અનુબંધમ પોર્ટલ’ રોજગાર વાંચ્છુઓ માટે ઉપયોગી માધ્યમ બની રહ્યું છે. આ પોર્ટલના માધ્યમથી મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 6,327થી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને નોકરીની શોધમાં રહેલા ઉમેદવારોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર જોડતી આ વ્યવસ્થાથી રોજગારી મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બની છે. અનુબંધમ પોર્ટલ પર ઉમેદવારો ‘Job Seeker’ તરીકે નિઃશુલ્ક નોંધણી કરાવી શકે છે. મોબાઈલ અને ઇમેઇલ વેરિફિકેશન બાદ શૈક્ષણિક લાયકાત, કૌશલ્ય અને કામના અનુભવ સહિતની વિગતો અપલોડ કરવાની રહે છે. ધોરણ 10, 12, ITI, ડિપ્લોમા કે ડિગ્રી ધરાવતા ઉમેદવારો પોતાની લાયકાત મુજબ નોકરીની તકો શોધી શકે છે. પોર્ટલની ઓટો-મેચિંગ ટેક્નોલોજી ઉમેદવારની લાયકાત અને આવડતના આધારે યોગ્ય નોકરીની તકો સૂચવે છે. ઉમેદવારો પોતાની પસંદગીના જિલ્લા, સેક્ટર અને અપેક્ષિત પગાર મુજબ જોબ પ્રેફરન્સ નક્કી કરીને ખાનગી કંપનીઓની ખાલી જગ્યાઓ માટે સીધી અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ ઇન્ટરવ્યૂની તારીખ અને સમય અંગે SMS તથા એપ મારફતે નોટિફિકેશન મળે છે. સાથે જ અરજીનું સ્ટેટસ પણ જાણી શકાય છે. રાજ્યમાં યોજાતા ઓનલાઈન અને ઓફલાઈન રોજગાર ભરતી મેળાની માહિતી પણ આ માધ્યમથી મેળવી શકાય છે. ઉમેદવારોને કૌશલ્ય મુજબ સાંપડે છે નોકરીની તક ડિજિટલ માધ્યમથી રોજગારીની તકો સુધી પહોંચવાનું સરળ બનતાં મોરબીના યુવાનો માટે અનુબંધમ પોર્ટલ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. અનુબંધમ પોર્ટલની વિશેષતાએ છે કે, મોરબી જિલ્લાના 6,327થી વધુ ઉમેદવારોની નોંધણી થઈ છે. ઉમેદવારો અને કંપનીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક સેવા, લાયકાત અને કૌશલ્ય મુજબ ઓટો-મેચિંગથી નોકરીની તક, પસંદગીના જિલ્લા અને પગાર મુજબ નોકરી શોધવાની સુવિધા, સીધી ઓનલાઈન અરજી અને ઇન્ટરવ્યૂ અંગે SMS નોટિફિકેશન, રોજગાર ભરતી મેળાની માહિતી તથા અરજીનું સ્ટેટસ જાણવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અભયમ બની સહારો:મોરબીમાં બહેન- બનેવીની અસહ્ય મારઝૂડ અને માનસિક ત્રાસથી કંટાળી કિશોરી ભરબપોરે ઘર મૂકીને નીકળી ગઈ
    Next Article
    મોરબીમાં બે અલગ બનાવોમાં બે મહિલાના અકાળે મૃત્યુ:મોરબીમાં રસ્તો ઓળંગી રહેલી ઓરિસ્સાની મહિલાનું ટ્રકની ઠોકર લાગતાં મોત નીપજ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment