Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભયમ બની સહારો:મોરબીમાં બહેન- બનેવીની અસહ્ય મારઝૂડ અને માનસિક ત્રાસથી કંટાળી કિશોરી ભરબપોરે ઘર મૂકીને નીકળી ગઈ

    8 hours ago

    છત્તીસગઢથી મોરબી બેન-બનેવીના ઘરે આવેલી તરુણીનું જીવવું હરામ થઈ ગયું હોય એ હદે બેન બનેવી ત્રાસ આપ્યો હતો. આથી તેણી ઘર છોડવા મજબુર બની હતી. ઘર છોડ્યા બાદ ક્યાં જવું એ સમજ પડતી ન હતી. આથી ગભરાયેલી હાલતમાં બેઠી હોવાનું ધ્યાન એક નાગરિકને થતા તેણે અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. બાદમાં અભયમ ટીમે સમજાવટથી કામ લઈને સમગ્ર મામલો સંભાળી લીધો હતો અને અભયમ ટીમે બેન-બનેવીને ફરી ગેરવર્તન કે ત્રાસ ન આપવા કડક ભાષામાં સમજાવીને તરુણીને સોંપી મામલો થાળે પાડ્યો હતો. મોરબી શનાળા રોડ પર નાયરા પેટ્રોલ પંપ સામે એક અજાણી કિશોરી એકલી બેઠી છે અને કિશોરી સરખું સરનામું પણ આપતા નથી અને કિશોરી શું બોલે છે તે કાંઈ સમજાતું નથી તેમજ કિશોરી ખુબ જ ગભરાયેલી હાલતમાં છે અને કિશોરી ચિંતામાં છે. તેવું 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરીને જણાવવામાં આવ્યું હતું. આથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોચી હતી. ત્યાં જઈને 181નાં કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ કાજલબેન તેમજ પાયલોટ યુવરાજસિંહે પહેલા તો કિશોરીને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ સાંત્વના આપીને તેની સાથે વાતચીત કરી હતી. બાદમાં તેણે જણાવ્યું કે તે છતીસગઢની છે તેમના માતા પિતા અને ભાઈ બહેન બધા છતીસગઢમાં જ રહે છે પરંતુ કિશોરી છેલ્લા પંદર દિવસથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ચોકડી પાસે એક પ્લાસ્ટિક બનાવવાની કંપનીમાં તેમનાં બેન -બનેવી સહિત નાં પરિવાર સાથે રહે છે. વધુમાં કિશોરી એ જણાવેલ હતું કે મારા બેન-બનેવી મને રોજ નાની નાની વાતમાં માનસિક રીતે ત્રાસ આપે છે તેમજ મારી સાથે ગેરવર્તન કરે છે અને અપશબ્દો બોલે છે તેમજ મારઝુડ કરે છે. કિશોરી સાથે મારઝૂડ ન કરવાં ટીમની સૂચના કિશોરી પાસે તેમના પરિવારનું સરનામું પુછયુ હતું પરંતુ કિશોરી છેલ્લા પંદર દિવસથી જ મોરબીમાં આવેલી હોય માટે કંપનીનું નામ પણ યાદ ન હોય અને સરનામું પણ યાદ ન હોય ઘણા પ્રયત્નો બાદ કિશોરીના માતાનો કોન્ટેક્ટ નંબર મેળવાયો હતો. બાદમાં કિશોરીનાં બનેવીનો સંપર્ક કરાતાં તેમણે ઉમેર્યું હતું કે બપોરના સમયે અમારી જાણ બહાર અમારી દીકરી ઘરથી નીકળી ગઇ હતી. કિશોરીનાં બેન-બનેવીએ તેમની દીકરીને ગોતવા માટે મોરબી, વાંકાનેર અને ટંકારા બધી જગ્યાએ શોધતા હતા જો કે તે મળી ન હતી. ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા સલાહ સુચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કિશોરી સાથે મારઝુડ ન કરવાં તેમજ માનસિક રીતે ત્રાસ ન આપવા સમજ આપી કિશોરીને સોંપી દેવાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મંદિર પર એરક્રાફ્ટથી પુષ્પવર્ષા કરાશે:ભારતીય સેનાના સાહસિક હવાઈ અભિયાન વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુનિટી એક્સપેડિશન દ્વારા પ્રદર્શન કરાશે
    Next Article
    નોકરીવાંછુ ઉમેદવાર અને કંપની વચ્ચે સેતુ બન્યું સરકારનું ડિજિટલ પ્લેટફોર્મ:મોરબી જિલ્લાના 6,327થી વધુ યુવાનને‎ સાંપડી અનુબંધમ પોર્ટલથી રોજગારીની તક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment