Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મંદિર પર એરક્રાફ્ટથી પુષ્પવર્ષા કરાશે:ભારતીય સેનાના સાહસિક હવાઈ અભિયાન વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુનિટી એક્સપેડિશન દ્વારા પ્રદર્શન કરાશે

    8 hours ago

    પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આ સ્થળ પર ભારતીય સેનાના સાહસિક હવાઈ અભિયાન વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુનિટી એક્સપેડિશન દ્વારા સવારના સમયે ફ્લાયપાસ્ટ અને પુષ્પવર્ષા કરવામાં આવશે. ગુજરાતના દરિયાકાંઠા પરથી ઉડાન ભરી અને ભારતીય સેનાના સાહસિક હવાઈ અભિયાન વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુનિટી એક્સપેડિશન દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. જેના ભાગરુપે વિવિધ એરક્રાફ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ પર પુષ્પવર્ષા કરી ભાવવંદના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાની ટીમ માઉન્ટેન ઈગલ્સ દ્વારા 14 નવેમ્બર 2026 ના રોજ મધ્યપ્રદેશના મહુથી 3200 કિલોમીટરની સફર ખેડવાનું સાહસિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના રૂટમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશનાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોનો સમાવેશ થાય છે.આ ટીમ અમરેલી થી દિવ, ઐતિહાસિક સોમનાથ મંદિર અને કેશોદ થઈ અને જામનગર પહોંચશે. આ દરમિયાન અભિયાનનો મુખ્ય હેતુ ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતીય સેનાની સાહસવૃત્તીના પ્રદર્શન સાથે જ આ સાહસિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને સાહસની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મહાપાલિકામાં ખાળે ડૂચા, દરવાજા મોકળા:ખાવાલાયક છે કે કેમ?નો સિક્કો મારવાવાળા મનપામાં અધિકારી જ નથી છતાં પોણા પાંચ વર્ષમાં ત્રણ લાખ કિલો માંસ વેચાઈ ગયું!
    Next Article
    અભયમ બની સહારો:મોરબીમાં બહેન- બનેવીની અસહ્ય મારઝૂડ અને માનસિક ત્રાસથી કંટાળી કિશોરી ભરબપોરે ઘર મૂકીને નીકળી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment