Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મહાપાલિકામાં ખાળે ડૂચા, દરવાજા મોકળા:ખાવાલાયક છે કે કેમ?નો સિક્કો મારવાવાળા મનપામાં અધિકારી જ નથી છતાં પોણા પાંચ વર્ષમાં ત્રણ લાખ કિલો માંસ વેચાઈ ગયું!

    8 घंटे पहले

    રાજકોટ મહાનગરપાલિકા અને અધિક કલેકટર કચેરીના અધિકારીઓ કેવી રેઢિયાળ કામગીરી કરી રહ્યા છે તેનો ઉત્તમ નમૂનો મનપાની કચેરીમાંથી જ જાણવા મળ્યો છે. કતલખાનામાંથી માંસનું વેચાણ કરવું હોય તો તે માસ આરોગ્યપ્રદ છે કે કેમ? તેની ચકાસણી કર્યા બાદ તેના પર મનપાના અધિકારી સિક્કો મારે છે અને આ સિક્કો મારેલું (પ્લાસ્ટિક પેકિંગ) માંસ જ વેચી શકાય છે. જો કે, મનપામાં છેલ્લા પોણા પાંચ વર્ષથી સિક્કો મારવાવાળા અધિકારીની જગ્યા એપ્રિલ-2022 પછી ખાલી છે. બીજી બાજુ શહેરના એકમાત્ર કતલખાનામાં રોજ 5 પશુની કતલ કરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે. પશુને કોઈ રોગ છે કે કેમ? તે અંગેની તપાસ જિલ્લા પંચાયતના વેટરનરી ડોક્ટર કરે છે અને તે અંગેનું સર્ટિફિકેટ પણ આપે છે. ત્યારબાદ જ પશુની કતલ કરી શકાય છે. કતલ કરાયેલું માંસ પ્લાસ્ટિક પેકિંગ કરીને તેના પર મનપાના અધિકારી ‘આ માંસ આરોગવા લાયક છે’તેવો સિક્કો મારે ત્યારબાદ જ કતલખાનામાંથી અન્ય સ્થળે વેપારીઓને મોકલી શકાય છે. જો કે, સિક્કો મારવાવાળા અધિકારી પોણા પાંચ વર્ષ પહેલા નિવૃત્ત થઈ ગયા અને હજુ સુધી કોઈની અધિકારી ભરતી કરવામાં આવી નથી. એટલે આરોગ્યપ્રદ છે કે કેમ? તેનો સિક્કો માર્યા વિના અંદાજે 3 લાખ કિલો માંસ શહેરમાં વેચાઈ ગયું. મનપા છેલ્લા પોણા પાંચ વર્ષથી રાજ્ય સરકારને અધિકારીની નિમણૂક કરવા માટે માત્ર પત્ર વ્યવહાર કરી રહ્યું છે. જો કે, તેનું હજુ સુધી સફળ પરિણામ આવ્યું નથી. અધિક કલેકટર પાસે 25 કેસ પહોંચ્યા, તમામમાં દંડ કરાયો : મૂળ સુધી પહોંચવાની તસ્દી ન લેવાઈ અધિક કલેક્ટરે જુલાઈ મહિનામાં 7 તથા ઓગસ્ટ મહિનામાં 10 અને ઓક્ટોબર મહિનામાં 8 સહિત 25 માંસની દુકાનને રૂ.10000 લેખે રૂ 2.5 લાખનો દંડ ફટકાર્યો છે, પરંતુ તમામ માંસના વિક્રેતાઓને એક જ કલમ હેઠળ કસૂરવાન ઠેરવવામાં આવ્યા હતા. જેમાં તમામ માંસનો સ્ટેમ્પ્ડ વગરનો એટલેકે માંસ ખાવા લાયક છે તેવો સિક્કો મારેલ ન હતો ત્યારે એક સાથે 25 દુકાનમાં એક જ નિયમ હેઠળ દંડ કરવામાં આવ્યો છતાં અધિક કલેક્ટર સહ એજ્યુડિકેટિંગ ઓફિસરે આ મામલે કોઈ તપાસ જ કરી ન હતી કે શા માટે સ્ટેમ્પ મારવામાં નથી આવતો. છેલ્લા પોણા પાંચ વર્ષથી ગેરકાયદે રીતે માંસનું વેચાણ થતું હતું. પેકિંગ પર સિક્કો ન લાગ્યો હોય તેવા ધંધાર્થી પણ પકડાતા હતા તેઓની પાસેથી દંડ પણ લેવામાં આવતો હતો પરંતુ બનાવના મૂળમાં જવાની કોઈએ તસ્દી લીધી ન હતી અને વર્ષો સુધી આખું ષડયંત્ર ચાલતુ રહ્યું હતું. એક જ સરખા કેસ કેમ આવે છે એવું ક્યારેય પૂછ્યું નથી: અધિક કલેક્ટર માંસ આરોગ્યપ્રદ છે તેવા સ્ટેમ્પ માર્યા વગર વેચાણ કરતાં વેપારીઓને દંડ કરવા મુદ્દે અધિક કલેક્ટર જય બારોટને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે અનસ્ટેમ્પ્ડ માંસમાં દંડ કરેલ છે, પરંતુ આટલા કેસ કેમ આવે છે તેવું મનપાને ક્યારેય પૂછવામાં આવ્યું નથી. પશુ કતલ કરવા માટેના નિયમો રાજકોટમાં મનપાએ મંજૂરી આપેલ એક જ કતલખાનામાં પશુઓની કતલ કરવામાં આવે છે. તંત્રના જણાવ્યા મુજબ મહિને નાના મોટા 160 પશુની કતલ થયાની નોંધ જિલ્લા પંચાયતના રજિસ્ટરમાં કરવામાં આવી રહી છે. પશુઓના કતલ પહેલાં જિલ્લા પંચાયત દ્વારા પશુનું શારીરિક ચેકઅપ કરવામાં આવે છે. અને આ પશુ કોઈ ગંભીર બીમારી ધરાવતું નથી તેવું પ્રમાણપત્ર આપવામાં આવે છે. ત્યારબાદ આ પશુને કતલ કરવાની મંજૂરી આપવામાં આવે છે. પશુના કતલ બાદ વેચાણ માટે માંસ તૈયાર થાય ત્યારે મનપાના સ્ટેમ્પ્ડ ઑફિસર (સિક્કો મારવાવાળા અધિકારી) તેના પર સિક્કો મારે છે. એટલે કે આ માંસ વેચવા લાયક છે તેવો સ્ટેમ્પ મારે ત્યાર બાદ તેનું વેચાણ થાય છે. મનપાના સત્તાવાર આંકડા મુજબ એક સપ્તાહમાં 40 પશુની કતલ થઈ રહી છે. આથી પાંચ વર્ષના હિસાબે અત્યાર સુધીમાં 9700 પશુની કતલ કરવામાં આવી છે અને અંદાજે માંસનો જથ્થો 3 લાખ કિલો થવા જાય છે.
    Click here to Read More
    Previous Article
    વર્ષે 72 લાખથી વધુની ખોટ, તહેવારોમાં પણ સહેલાણીઓએ મોઢું ફેરવ્યું:ઈશ્વરિયા પાર્કમાં દિવાળીના દિવસોમાં માત્ર 3021 સહેલાણીએ મુલાકાત લીધી
    Next Article
    સોમનાથ મંદિર પર એરક્રાફ્ટથી પુષ્પવર્ષા કરાશે:ભારતીય સેનાના સાહસિક હવાઈ અભિયાન વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુનિટી એક્સપેડિશન દ્વારા પ્રદર્શન કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment