Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને ચૂંટણી શાખાની તૈયારીઓ તેજ:ગ્રામપંચાયતની વધુ બેઠકો ધરાવતા ગોંડલ, પડધરીમાં તંત્રની વિશેષ કસોટી

    7 hours ago

    રાજકોટ જિલ્લા ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં 595 બેઠક પૈકી 537 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. જેમાં 88 બેઠક સાથે રાજકોટ તાલુકો જિલ્લામાં અગ્રેસર છે. 75 બેઠક સાથે ગોંડલ બીજા નંબરે અને 57 બેઠક સાથે પડધરી ત્રીજા નંબરે છે. આ ત્રણયે તાલુકામાં બેઠકોની સંખ્યા વધુ હોવાથી વહીવટી તંત્રને અન્ય તાલુકા કરતા થોડું વધુ ધ્યાન આપવું પડશે. બીજી તરફ સૌથી ઓછી ચૂંટણી બેઠકો ધરાવતા તાલુકાઓમાં 28 બેઠક સાથે ધોરાજી પ્રથમ, 30 બેઠક સાથે વીંછિયા બીજા અને 36 બેઠક સાથે લોધિકા ત્રીજા ક્રમે આવે છે. રાજકોટ તાલુકા ગ્રામપંચયાતો 91 બેઠક, લોધિકાની 37, જસદણની 59, ધોરાજીની 30, જેતપુર 48, જામકંડોરણાની 51, વીંછિયા 46, ગોંડલ 80, ઉપલેટા 51, પડધરી 60, કોટડાસાંગાણી 42 મળીને કુલ 595 ગ્રામપંચાયતનું રોટેશન લિસ્ટ જાહેર કરાયું છે. આ 595 બેઠક પૈકી 537 બેઠક પર ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાશે. જેમાં રાજકોટ તાલુકામાં 88 બેઠક, કોટડાસાંગાણીની 40, લોધિકા 36, પડધરી 57, જસદણ 44, ધોરાજી 28, જેતપુર 47, જામકંડોરણામાં 44, વીંછિયા 30, ઉપલેટા 48, ગોંડલમાં 75 બેઠક મળીને 537 બેઠક પર જ ચૂંટણી યોજાશે. 58 બેઠકની અવધિ પૂરી થઈ ન હોવાથી આગામી સમયમાં પેટા ચૂંટણી યોજાશે. આ 56 બેઠક પૈકી 26 બેઠક પ્રસંગોપાત ખાલી પડેલી છે. અનુસૂચિત આદિજાતિની 2 બેઠક; બંને મહિલાઓ માટે અનામત જિલ્લામાં અનુસૂચિત આદિજાતિ (ST) માટે માત્ર 2 બેઠક જ ફાળવવામાં આવી છે અને આ બંને બેઠક મહિલાઓ માટે અનામત છે, જેમાં 1 બેઠક રાજકોટ તાલુકામાં અને 1 બેઠક પડધરી તાલુકામાં આવેલી છે. જ્યારે અનુસૂચિત જાતિ (SC) મહિલા અનામતની 33 બેઠકમાં સૌથી વધુ ગોંડલમાં 5, રાજકોટમાં 4 અને લોધિકામાં 4 બેઠકનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    સ્પેસટેક હેકાથોન:યુવાનો આપત્તિ વ્યવસ્થાપન, કૃષિ, દરિયાઈ સુરક્ષા સહિતના પડકારો ઉકેલશે
    Next Article
    પ્રવાસ પોલિસીના ધજાગરા:કડવીબાઈ વિરાણી સ્કૂલે DEO, પોલીસ, RTOની મંજૂરી વિના પ્રવાસ કરી નાખ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment