Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પેસટેક હેકાથોન:યુવાનો આપત્તિ વ્યવસ્થાપન, કૃષિ, દરિયાઈ સુરક્ષા સહિતના પડકારો ઉકેલશે

    7 hours ago

    ગુજરાતમાં સ્પેસ ટેક્નોલોજી આધારિત નવા સંશોધનો અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા ‘સ્પેસટેક હેકાથોન 2026’ની જાહેરાત કરી છે. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ ટેક્નોલોજિકલ ઉકેલ રજૂ કરનાર વિજેતાઓને કુલ રૂ.56 લાખના માતબર ઈનામો અપાશે. જેમાં પ્રથમ વિજેતા ટીમને રૂ.5 લાખ અને દ્વિતીય વિજેતાને રૂ.3 લાખનો રોકડ પુરસ્કાર મળશે. આ હેકાથોન અંતરિક્ષ ટેક્નોલોજીની મદદથી ધરતી પરની વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવાનો મોકો આપશે. યુવાનો સેટેલાઇટ ડેટાની મદદથી કૃષિ, દરિયાઈ સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનના પડકારો ઉકેલશે. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે, આ વિઝન મુજબ ‘સ્પેસટેક હેકાથોન 2026’ દ્વારા કૃષિ, દરિયાઈ સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને વન-સંરક્ષણ જેવા મહત્ત્વના ક્ષેત્રોની સમસ્યાઓના ઉકેલ સ્પેસ ટેક્નોલોજી અને સેટેલાઇટ ડેટાની મદદથી શોધવામાં આવશે. મંત્રીએ વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સમર્પિત ‘ગુજરાત સ્પેસટેક પોલિસી’ અમલમાં મૂકી છે. સ્પેસ ટેક્નોલોજીના ઉત્પાદનને વેગ આપવા સાણંદ નજીક ‘ગુજરાત સ્પેસ પાર્ક’ પણ બનાવાયો છે. અહીં સેટેલાઇટ સહિતના અવકાશી ઉપકરણોના ઉત્પાદન અને પરીક્ષણ માટે અત્યાધુનિક કોમન ટેસ્ટિંગ ફેસિલિટી ઊભી કરાઈ છે. મંત્રીએ રાજ્યના યુવા સંશોધકો, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને આ હેકાથોનમાં ભાગ લઈ ‘વિકસિત ગુજરાત’ના નિર્માણમાં જોડાવા અપીલ કરી હતી. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેક્નોલોજીના સચિવ પી. ભારતી, મિશન નિયામક નેહાકુમારી સહિત DST અને ઇન સ્પેસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પેસટેક હેકાથોનમાં રાજકોટ સહિત રાજ્યભરના ઇજનેરી, આઇટી સહિતના જુદા-જુદા ક્ષેત્રોના વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. કામની વાત | નાના સ્ટાર્ટઅપ્સને મોંઘા સાધનો ખરીદ્યા વિના પરીક્ષણ કરવાની સુવિધા મળશે 1. હેકાથોન શું છે? | તે એક એવી સ્પર્ધા છે જ્યાં વિદ્યાર્થીઓ, નિષ્ણાતો અને સ્ટાર્ટઅપ્સ ભેગા થઈને કોઈ ચોક્કસ સમસ્યાનો ટેક્નોલોજી આધારિત ઉકેલ શોધે છે. 2. સેટેલાઇટ ડેટાનો ફાયદો | અવકાશમાં રહેલા સેટેલાઇટની મદદથી પાકનું નુકસાન, વાવાઝોડાની આગાહી, દરિયાઈ સીમાની સુરક્ષા અને જંગલોમાં લાગતી આગ જેવી બાબતો પર સચોટ નજર રાખી શકાય છે. 3. ઉદ્યોગોને ફાયદો | સાણંદના ‘ગુજરાત સ્પેસ પાર્ક’માં કોમન ટેસ્ટિંગ ફેસિલિટી હોવાથી નાના સ્ટાર્ટઅપ્સને મોંઘા સાધનો ખરીદ્યા વિના પોતાના અવકાશી ઉપકરણોનું પરીક્ષણ કરવાની સુવિધા એક જ સ્થળે મળશે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રીય ઓલિમ્પિયાડ:ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, એસ્ટ્રોનોમીની સ્પર્ધા યોજાશે
    Next Article
    ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને ચૂંટણી શાખાની તૈયારીઓ તેજ:ગ્રામપંચાયતની વધુ બેઠકો ધરાવતા ગોંડલ, પડધરીમાં તંત્રની વિશેષ કસોટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment