Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય ઓલિમ્પિયાડ:ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, એસ્ટ્રોનોમીની સ્પર્ધા યોજાશે

    7 hours ago

    રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરી શકે તે માટે શિક્ષણ વિભાગે ‘સાયન્સ અને એસ્ટ્રોનોમી ઓલિમ્પિયાડ 2026-27’ નો વ્યાપક પ્રચાર કરવા પરિપત્ર બહાર પાડ્યો છે. હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન મુંબઈ દ્વારા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને એસ્ટ્રોનોમી વિષયોની રાષ્ટ્રીય સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં રાજકોટ સહિત રાજ્યની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ જોડાય તે માટે તમામ શાળા-કોલેજોને સૂચના અપાઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા આ માટે પરિપત્ર જાહેર કરાયો હતો. જેના આધારે તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓને અમલવારી કરવા જાણ કરી છે. આ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા માન્ય અને સંપૂર્ણ ફંડેડ છે. પરિપત્ર મુજબ, તમામ શાળા અને કોલેજોના નોટિસ બોર્ડ તેમજ ડિજિટલ માધ્યમો પર ઓલિમ્પિયાડનું બ્રોશર અને નોંધણીની વિગતો મૂકવાની રહેશે. ઉપરાંત, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને નોંધણી કરાવવા માટે શિક્ષકો અને અધ્યાપકોએ જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે. આંતરરાષ્ટ્રીય સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતનું પ્રતિનિધિત્વ થશે, નોંધણી શરૂ એકમાત્ર રસ્તો | આંતરરાષ્ટ્રીય સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે આ રાષ્ટ્રીય ઓલિમ્પિયાડ એકમાત્ર અધિકૃત માધ્યમ છે. ક્યાંથી મળશે માહિતી? | સ્પર્ધાની પાત્રતા, નોંધણી પ્રક્રિયા અને બ્રોશરની વિગતો સત્તાવાર વેબસાઈટ olympiads.hbcse.tifr.res.in પર ઉપલબ્ધ છે. સંપર્ક માટે | કોઈ પણ મૂંઝવણ હોય તો વિદ્યાર્થીઓ nc_olympiad@tifr.res.in પર ઈ-મેલ અથવા 91-22-25072322 / 25072424 પર ફોન કરીને માહિતી મેળવી શકે છે. જુલાઈ 2026માં ભારતે જીત્યા હતા ગોલ્ડ મેડલ HBCSEના રાષ્ટ્રીય સંયોજક પ્રો.અન્વેષ મજુમદારના 25 ઓગસ્ટ, 2026ના પત્ર મુજબ, જુલાઈ 2026માં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓએ શાનદાર દેખાવ કર્યો હતો. ભારતે ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં 5 ગોલ્ડ મેડલ અને કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં 4 ગોલ્ડ મેડલ સાથે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું
    Click here to Read More
    Previous Article
    Syed Mushtaq Ali Trophy 2026: When And Where To Watch 3rd Round Matches Live
    Next Article
    સ્પેસટેક હેકાથોન:યુવાનો આપત્તિ વ્યવસ્થાપન, કૃષિ, દરિયાઈ સુરક્ષા સહિતના પડકારો ઉકેલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment