Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવાસ પોલિસીના ધજાગરા:કડવીબાઈ વિરાણી સ્કૂલે DEO, પોલીસ, RTOની મંજૂરી વિના પ્રવાસ કરી નાખ્યો

    7 घंटे पहले

    રાજકોટની કડવીબાઈ વિરાણી ગર્લ્સ સ્કૂલ દ્વારા 108 દીકરીઓની સુરક્ષા સાથે ગંભીર ચેડાં કરતો કિસ્સો સામે આવ્યો છે. દિવાળી વેકેશન દરમિયાન તારીખ 16ના વહેલી સવારે બે બસમાં 108 વિદ્યાર્થિનીને કચ્છના મુંદ્રા પોર્ટના પ્રવાસે લઈ જવાઈ હતી. આ ગેરકાયદે પ્રવાસ માટે DEO, પોલીસ કે RTOની કોઈ મંજૂરી લેવાઈ ન હતી. ચોંકાવનારી વાત એ છે કે, ખુદ પ્રિન્સિપાલ પણ આ પ્રવાસથી અજાણ હતા અને સ્કૂલના જ એક પુરુષ શિક્ષકે આખું આયોજન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. દિવાળી વેકેશનના સમયમાં શાળાના વડા એટલે કે પ્રિન્સિપાલને પણ જાણ કર્યા વિના 108 વિદ્યાર્થિનીને જિલ્લા બહાર લઈ જવાઈ હતી. કામની વાત | શાળા પ્રવાસ માટે સરકારની પોલિસીના મુખ્ય નિયમો DEOની મંજૂરી | પ્રવાસ આયોજન કરતાં પહેલાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ની લેખિત પૂર્વમંજૂરી લેવી ફરજિયાત છે. પોલીસને જાણ | પ્રવાસના રૂટ અને વિદ્યાર્થીઓની સંખ્યા અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનને અગાઉથી જાણ કરવી જરૂરી છે. વાહન અને ફિટનેસ | પ્રવાસમાં વપરાતી બસ કે વાહનનું RTO ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ અને અનુભવી ડ્રાઈવર હોવા અનિવાર્ય છે. સુરક્ષા અને મહિલા સ્ટાફ | ખાસ કરીને ગર્લ્સ સ્કૂલના પ્રવાસમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે પૂરતા પ્રમાણમાં મહિલા શિક્ષકો સાથે રહેવા ફરજિયાત છે. પોલીસ બંદોબસ્ત | પ્રવાસમાં પોલીસને લેખિતમાં જાણ કરવી ફરજિયાત છે, સાથે એક કોન્સ્ટેબલ પણ રાખવા ફરજિયાત છે. સ્કૂલના પ્રવાસ માટે ડીઈઓ અને અન્ય વિભાગોની મંજૂરી લેવી જરૂરી છે અને એ અમે સ્કૂલના પ્રવાસમાં કરીએ છીએ, પરંતુ આ હોસ્ટેલનો પ્રવાસ હતો. એટલે એમાં કોઈ મંજૂરીની જરૂર નથી. > હીરાબેન માંજરિયા, ટ્રસ્ટી યજ્ઞેશ મહેતા કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષક છે તે પ્રવાસમા જોડે હતા તે ગંભીર બાબત છે. તેમનું નામ ભૂતકાળમાં અન્ય બે ત્રણ સંસ્થાઓમાં ચરિત્ર -વર્તનને મુદ્દે વિવાદમાં હતું. > રોહિત રાજપૂત, વિદ્યાર્થી નેતા
    Click here to Read More
    Previous Article
    ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને ચૂંટણી શાખાની તૈયારીઓ તેજ:ગ્રામપંચાયતની વધુ બેઠકો ધરાવતા ગોંડલ, પડધરીમાં તંત્રની વિશેષ કસોટી
    Next Article
    વર્ષે 72 લાખથી વધુની ખોટ, તહેવારોમાં પણ સહેલાણીઓએ મોઢું ફેરવ્યું:ઈશ્વરિયા પાર્કમાં દિવાળીના દિવસોમાં માત્ર 3021 સહેલાણીએ મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment