Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મહુડાનો લાડુ અને શીરો બને, રોટલો નથી બનતો':હર્ષ સંઘવી કહે કે એમણે મહુડાનો રોટલો ક્યાં ખાધો, ધારાસભ્ય અનંત પટેલનો કટાક્ષ

    6 hours ago

    બે દિવસ પહેલા 15 નવેમ્બરે વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘મહુડાના રોટલા’ અંગે કરવામાં આવેલા નિવેદનને લઈને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે. આ મામલે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે હર્ષ સંઘવી પર કટાક્ષ કરતાં આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાના મુદ્દે ભાજપ સરકારને ઘેરી હતી. શું કહ્યું હતું હર્ષ સંઘવીએ ? વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે ભગવાન બિરસા મુંડાનું 151મી જન્મજયંતિ તેમજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સંબોધન કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું, "શીરો હોય કે ઉંબાડિયું હોય, વસાવા થાળી હોય કે મહુડાનો રોટલો હોય, એવી વાનગીઓ છે કે મારા આ બધા મિત્રો આદિવાસી વિસ્તારમાંથી આવતા હોય અને સીઝન ચાલુ થાય એટલે વાંસનું અથાણું જરૂરથી મંગાવતો હોઉં. દુનિયાના કોઈ અથાણા વાંસના અથાણાને ના પહોંચી વળે. ચોખાનો રોટલો અને ભૂકો મારેલું લાલ મરચું, આ બે વસ્તુ મળી જાય તોય કોઈને કંઈ ના જરૂર પડે. અને અડદની દાળ આપણી, અડદની દાળ આપણી ખાઈએ તો દુનિયામાં ક્યાંય પ્રોટીન શોધવા ના જવું પડે એવી આદિવાસી વિસ્તારની અડદની દાળ હોય જે ચોખ્ખી અને એકદમ એમ કહેવાય કે પૌષ્ટિક. આ આદિવાસી વાનગીઓ ખાવાનો... મને મોટાભાગની જેટલી બોલ્યો એમાંથી કોઈ પણ વાનગી બાકી નથી. અને જ્યારે જ્યારે જે જિલ્લામાં જવાનો અવસર મળે ત્યારે કોઈ આદિવાસી પરિવાર જ્યારે ભોજન કરાવતું હોય છે, તો એના જેવો આનંદ મને બીજે ક્યાંય નથી મળતો. મને આદિવાસી પરિવારો દ્વારા જે ભોજન કરાવવામાં આવ્યું છે એના જેવો આનંદ દુનિયાના કોઈ મોટી રેસ્ટોરન્ટમાં નથી મળતો." મહુડાનો લાડુ અને શીરો બને, રોટલો ન બને : અનંત પટેલ મીડિયા સાથેની વાતચીતમાં અનંત પટેલે જણાવ્યું હતું કે, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમના પરમ મિત્ર છે, પરંતુ તેમણે મહુડાનો રોટલો ક્યાં ખાધો તે તેમને ખબર નથી. તેમણે કહ્યું કે, અમે પણ આદિવાસી છીએ અને આદિવાસી માતાની કૂખે જન્મ્યા છીએ, છતાં આજ સુધી મહુડાનો રોટલો ખાધો નથી. મહુડાના લાડુ અને શીરો બને છે, પરંતુ મહુડાનો રોટલો તો હોઈ જ ન શકે. માત્ર ગામડામાં ફરવાથી આદિવાસી સંસ્કૃતિ ન સમજાય આદિવાસી જીવનશૈલી અંગે વાત કરતાં અનંત પટેલે કહ્યું કે, આદિવાસી સંસ્કૃતિ માત્ર આદિવાસી સમાજના લોકોને જ ખબર હોય છે. ગામડામાં ફરવા કે મોજ-મજા કરવા આવવાથી આ સંસ્કૃતિ સમજી શકાતી નથી. તેના માટે આદિવાસીઓની જેમ જીવન જીવવું પડે છે. ખેતરમાં હળ ચલાવવું પડે છે અને ભરવરસાદમાં ખેતરમાં પાણી ભરાઈ ન જાય તે માટે પાણી કાઢવા બેસવું પડે છે. માત્ર ગામડામાં આવીને આનંદ-મજા કરવાથી અને સારું ખાવાથી આદિવાસી સંસ્કૃતિ જાણી શકાતી નથી. આવનારા સમયમાં આદિવાસી સમાજ ભાજપને જવાબ આપશે ધારાસભ્યએ આદિવાસી અસ્મિતાનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, આદિવાસી સમાજનાં દેવી-દેવતાઓ, રૂઢિ-પરંપરાઓ, વાજિંત્રો, પહેરવેશ અને બોલી તેની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. માત્ર આદિવાસી બોલવાથી કોઈ વ્યક્તિ આદિવાસી બની જતી નથી. સમગ્ર આદિવાસી સમાજ આ હકીકત જાણી અને સમજી ગયો છે. અંતમાં તેમણે કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું હતું કે, આવનારા સમયમાં આદિવાસી સમાજના હાથની ફટકાર ભાજપના ગાલ પર પડશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમની રેડ દરમિયાન મોટી દુર્ઘટના:ચોથા માળેથી છલાંગ લગાવનાર સ્પા સંચાલકનું સારવાર દરમિયાન મોત
    Next Article
    સુરત ફાયર જવાનો બન્યા દેવદૂત:મોટા વરાછામાં લિફ્ટ ફસાતા 4 દિવસના બાળક સહિત 4 લોકોનું રેસ્ક્યૂ, ઘરની ગેલેરીમાં ફસાયેલા એક વ્યક્તિનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment