Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિક્કિમ ટૂરના નામે છેતરપિંડી:ગ્રાહક કમિશનના આદેશ છતાં નવરંગપુરા પોલીસ 4-4 વર્ષથી વોરંટ બજાવવામાં નિષ્ફળ, મુખ્યમંત્રી-ગૃહમંત્રી સુધી પહોંચી ફરિયાદ

    2 days ago

    આતંકવાદીઓ, કુખ્યાત ડ્રગ્સ માફિયાઓ અને રીઢા ગુનેગારોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવાનો દાવો કરતી પોલીસ સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી કરતા અસામાજિક તત્વો સામે ગ્રાહક અદાલતના વોરંટ બજાવવામાં સાવ વામણી પુરવાર થઈ રહી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ ‘ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ’ દ્વારા કરવામાં આવ્યો છે. ટૂર પેકેજના નામે નિર્દોષ નાગરિક પાસેથી પૈસા પડાવી લીધા બાદ કોર્ટના ચુકાદા છતાં રકમ પરત ન આપનાર કસૂરવાર સામે વર્ષ 2022થી એટલે કે છેલ્લા 4-4 વર્ષોથી બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ હોવા છતાં અમદાવાદ શહેરનું નવરંગપુરા પોલીસ સ્ટેશન તેની બજવણી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. લગ્ન બાદ સિક્કિમ ફરવા જવા માટે આપેલા ₹70,000 ચાંઉ કર્યા સમગ્ર મામલાની વિગત અનુસાર ગાંધીનગર શહેરના ભાવિનકુમાર પ્રજાપતિએ પોતાના લગ્ન બાદ પત્ની સાથે સિક્કિમ ફરવા જવા માટે અમદાવાદ સ્થિત ‘એ.વી. ટ્રીપ્સ ટ્રાવેલ્સ’ના સંચાલક અભિ વાઘેલાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે ફ્લાઇટ ટિકિટ અને હોટેલ એકોમોડેશન પેટે સંચાલકને એડવાન્સમાં ₹70,000 ચૂકવી આપ્યા હતા. સંચાલકે 48 કલાકમાં એર ટિકિટ અને હોટેલ બુકિંગ કન્ફર્મ કરી આપવાની ખાતરી આપી હતી. જોકે, નિર્ધારિત સમયમાં કોઈ બુકિંગ અપાયું નહોતું. બાદમાં આપેલો ₹70,000નો ચેક પણ બેંકમાંથી રિટર્ન થયો હતો અને ગઠિયાએ પોતાની ઓફિસને તાળાં મારી દીધાં હતાં. ગ્રાહક કમિશને વ્યાજ અને વળતર સાથે રકમ ચૂકવવા હુકમ કર્યો છેતરાયેલા યુવકે ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ કાયદેસરની ફરિયાદ દાખલ કરી દાદ માંગી હતી. કોર્ટની નોટિસ બજવા છતાં ટ્રાવેલ સંચાલક ગેરહાજર રહ્યો હતો. જેથી કમિશને એકતરફી ચુકાદો આપી સામાવાળાને ₹70,236 વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે તથા માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચ પેટે અલગથી ₹20,000 ફરિયાદીને ચૂકવી આપવા કડક આદેશ કર્યો હતો. 4-4 વર્ષથી પોલીસ માત્ર કાગળીયા પર 'ઓફિસ બંધ છે' કહીને છટકી જાય છે ગ્રાહક અદાલતના આદેશની પણ અવગણના થતાં ફરિયાદીએ ગ્રાહક સુરક્ષા ધારાની કલમ-72 અન્વયે વસુલાતની દરખાસ્ત અરજી (E.A.) દાખલ કરી હતી. ગાંધીનગર ગ્રાહક કમિશનના તત્કાલીન પ્રમુખ ડી. ટી. સોની અને ત્યારબાદ વર્તમાન ઇન્ચાર્જ પ્રમુખ એ.બી.પંચાલે કસૂરવાર સામે અવારનવાર જામીનલાયક અને બિનજામીનપાત્ર વોરંટો ઇસ્યુ કરીને નવરંગપુરા પોલીસને આરોપીને પકડી રજૂ કરવા તાકીદ કરી હતી. કમિશનના ત્રણ-ત્રણ પ્રમુખો અને મદદનીશ નિયામકે પોલીસ કમિશનર તથા પી.આઈ.ને અનેક પત્રો પાઠવ્યા હતા. જેમાં આરોપીના બે મોબાઈલ નંબર ટ્રેસ કરીને વાસ્તવિક લોકેશન મેળવી તેને ઝડપવા સૂચના અપાઈ હતી. તેમ છતાં પોલીસ "ઓફિસ બંધ હોવાથી વોરંટ બજી શક્યું નથી" તેવો એકનો એક ઘસાયેલો રિમાર્ક લખીને વોરંટ પરત મોકલી રહી છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ રજૂઆત ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આ મામલે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ગ્રાહક બાબતોના મંત્રી તેમજ અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર પાઠવી ઉગ્ર રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે, ગ્રાહક કમિશન દ્વારા વારંવાર કમ્પ્લાયન્સ રિપોર્ટ માંગવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી, જે શરમજનક છે. જો સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવા માટે કોર્ટના આદેશો છતાં વર્ષો સુધી ભટકવું પડશે તો પ્રજાનો સરકાર, કાયદો અને પોલીસ પ્રશાસન પરથી ભરોસો ઊઠી જશે. કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે આરોપીને સત્વરે પકડી કમિશન સમક્ષ રજૂ કરવો અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    Signature Global Sales Bookings Down 9% To Rs 1,830 Crore In July-Sept Quarter
    Next Article
    અમદાવાદમાં 20 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી ખાબકી:માતા રિક્ષાનું ભાડું ચૂકવતી હતી'ને બાળકી ગટરમાં ગરકાવ, ફાયરનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment