Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NFSU ખાતે અમિત શાહનો ઉદ્ઘાટન સમારોહ રદ:કતારના પૂર્વ અમીરના અવસાનથી દેશમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક, 11મી ઇન્ટરપોલ DFEG બેઠકના ઉદ્ઘાટનની નવી તારીખ જાહેર કરાશે

    19 hours ago

    ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે આજે 13 જુલાઈ, 2026ના રોજ યોજાનારી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રૂપ (DFEG)ની 11મી બેઠકનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ રદ કરવામાં આવ્યો છે. કતારના પૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા-અલ-થાનીનું અવસાન થતાં ભારત સરકાર દ્વારા એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે યોજાનાર સત્તાવાર કાર્યક્રમો અને લોકાર્પણ હાલ પૂરતા સ્થગિત રાખવામાં આવ્યા છે. કાર્યક્રમને લઈ ગાંધીનગર ન આવવા અપીલ સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, આજે સવારે 11 વાગ્યે યોજાનારા આ વૈશ્વિક સ્તરના ઉદ્ઘાટન સમારોહને રાષ્ટ્રીય શોક અન્વયે બંધ રાખવામાં આવ્યો છે. આથી, તમામ મીડિયામિત્રોને હાલના તબક્કે NFSU ગાંધીનગર ખાતે ન પધારવા ખાસ વિનંતી કરવામાં આવી છે. આ કાર્યક્રમની આગામી રૂપરેખા અને હવે પછીની નવી તારીખો અંગે ટૂંક સમયમાં વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે. એશિયાની પ્રથમ સાયબર વાન સહિત 5 પ્રોજેક્ટ્સનું થવાનું હતું લોકાર્પણ ઉલ્લેખનીય છે કે, આ પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 5 મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત થવાના હતા. જેમાં 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત બનેલી એશિયાની પ્રથમ 'સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન' મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતી. આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફાઇનાન્સિયલ ફ્રોડ રોકવા માટે 'સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ફાઇનાન્શિયલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન', મીડિયા ફોરેન્સિક્સ અને ક્રાઇમ સીન મેનેજમેન્ટ જેવા અદ્યતન સેન્ટર્સનું લોકાર્પણ પણ પાછું ઠેલવામાં આવ્યું છે. કતારના પૂર્વ અમીરનું 12 જુલાઈ, 2026ના રોજ 74 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કતારના આધુનિક યુગના નિર્માતા તરીકે ઓળખાતા હતાં. તેમના સન્માનમાં ભારતમાં આજે (13 જુલાઈ) એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. શેખ હમદ બિન ખલીફાનું જીવન અને પ્રદાન શેખ હમદ બિન ખલીફા અલ-થાનીએ વર્ષ 1995થી 2013 સુધી કતારના અમીર તરીકે શાસન કર્યું હતું. તેમના શાસનકાળ દરમિયાન, કતારે કુદરતી ગેસ (LNG)ના વિશાળ ભંડારના ઉપયોગથી આર્થિક ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી હતી અને દેશ વિશ્વના સૌથી ધનિક દેશોમાં સ્થાન પામ્યો હતો. વૈશ્વિક સ્તરે કતારની છબી મજબૂત કરવા માટે તેમણે અગ્રણી ન્યૂઝ નેટવર્ક Al Jazeera શરૂ કર્યું હતું અને 2022ના ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)ની યજમાની મેળવી હતી. ઐતિહાસિક સત્તા હસ્તાંતરણ 18 વર્ષના સફળ શાસન બાદ, 2013માં તેમણે સ્વેચ્છાએ સત્તા છોડી દીધી હતી અને પોતાના પુત્ર શેખ તમીમ બિન હમદ અલ થાનીને કતારના નવા અમીર બનાવ્યા હતાં. આરબ જગતના ઈતિહાસમાં આ એક અતિ-દુર્લભ અને શાંતિપૂર્ણ સત્તા પરિવર્તન માનવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    Apple’s M7 Ultra-Based Server Chip to Reportedly Offer Up to 1.5TB Memory, Enhanced Neural Processing
    Next Article
    પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 4 બાળકના મોત:બે નવા કેસ સામે આવતા કુલ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment