Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતલાસણામાં ફાઈનાન્સ કંપનીએ મકાન પર લગાવેલો લોક તોડી કબજો:અનધિકૃત પ્રવેશ કરતા પોલીસ ફરિયાદ, લોનના હપ્તા ન ભરતા કલેક્ટરના હુકમથી મામલતદારે મકાન સીલ કર્યું હતું

    7 hours ago

    બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ઘોડીયાલ ગામના વતની અને મોતીલાલ ઓસ્વાલ હોમ ફાઇનાન્સ એસ્પાયર હોમ ફાઇનાન્સ કંપનીમાં છેલ્લા આઠ વર્ષથી કલેક્શન મેનેજર તરીકે ફરજ બજાવતા ચેતનસિંહ દલપતસિંહ સુરાજી બારડે સતલાસણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે કે, તેમની કંપની દ્વારા નિયમ અનુસાર કબ્જે કરવામાં આવેલી મિલકતનું સીલ અને લોક તોડીને અનધિકૃત રીતે ફરી રહેવા લાગનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મકાન પર લોન લીધા બાદ હપ્તા ન ભર્યાં મેંદરડી ગામના ઠાકોર પ્રકાશજી શંકરજીએ વર્ષ 2016માં પોતાના મકાન ઉપર ₹ 3,57,516ની લોન લીધી હતી. આ લોનના માસિક હપ્તા નિયમિત નહીં ભરાતા 1 જાન્યુઆરી 2021ના રોજ આ ખાતું એન.પી.એ. જાહેર કરવામાં આવ્યું હતું. લોનની રકમ વસૂલ મેળવવા માટે ફાઇનાન્સ કંપની દ્વારા સરફેસી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ, મહેસાણા દ્વારા ગીરો મિલકતનો કબજો મેળવવા 3 સપ્ટેમ્બર 2022ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો. નોટિસ બાદ મકાનને સીલ મારી દેવામાં આવ્યુું હતું આ હુકમના આધારે મામલતદાર સાહેબ સતલાસણા દ્વારા 16 જાન્યુઆરી 2026ના રોજ નોટિસ ઈસ્યૂ કરી રૂબરૂ જાણ કરવા સાથે દિવાલે ચોંટાડવામાં આવી હતી. ત્યારબાદ મામલતદાર અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં સરસામાનની ઇન્વેન્ટરી તથા પંચનામું કરી મકાનને લોક લગાવી ફાઇનાન્સનું સીલ મારી કબજો કંપનીને સોંપવામાં આવ્યો હતો. મકાનનું લોક તોડી ગેરકાયદે રહેવા લાગ્યા હતા દરમિયાન, કંપનીના નિયમિત વિઝ્યુઅલ અને વેલ્યુએશન પ્રોસેસ અંતર્ગત 19 જાન્યુઆરી 2026ના રોજ બપોરે આશરે બે વાગ્યે કંપનીના કર્મચારી પરમાર સિદ્ધરાજસિંહ ભવાનસિંહ વિઝીટમાં ગયા ત્યારે બહાર આવ્યું કે, લોન લેનાર ઠાકોર પ્રકાશજી શંકરજીએ કંપનીનું સીલ તથા લોક તોડી નાખી, મકાનમાં સામાન મૂકી દઈ અનધિકૃત અને ગેરકાયદે રીતે પ્રવેશ કરી રહેવા લાગ્યા છે. આમ, જિલ્લા મેજિસ્ટ્રેટ મહેસાણાના હુકમનો અનાદર કરવામાં આવ્યો હોવાથી કલેક્શન મેનેજર ચેતનસિંહ બારડ દ્વારા સતલાસણા પોલીસ સ્ટેશનમાં ઠાકોર પ્રકાશજી શંકરજી વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સત્તાનો દુરુપયોગ ભારે પડ્યો:સરકારી જમીન પર દબાણ કરનાર લાખણકાના ઉપસરપંચ હોદ્દા પરથી બરતરફ
    Next Article
    જામનગરમાં જલારામ બાપાની જન્મજયંતીએ મંદિરોમાં કાર્યક્રમો યોજાયા:હાપામાં 108 દીવાની મહાઆરતી, સાધના કોલોનીમાં 56 ભોગનો અન્નકૂટ; હજારો ભક્તો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment