Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં જલારામ બાપાની જન્મજયંતીએ મંદિરોમાં કાર્યક્રમો યોજાયા:હાપામાં 108 દીવાની મહાઆરતી, સાધના કોલોનીમાં 56 ભોગનો અન્નકૂટ; હજારો ભક્તો જોડાયા

    7 hours ago

    જામનગરમાં વિક્રમ સંવત ૨૦૮૩ના કારતક સુદ સાતમના દિવસે જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીની ઉજવણી થઈ. શહેરનાં વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા. હાપા ખાતેના જલારામ મંદિરમાં સાંજે ૧૦૮ દીવાની મહાઆરતી થઈ. ગૌમાતાની વિશેષ પૂજા અને આરતી પણ યોજાઈ. જલારામ બાપાને ધરાવેલો ૧૦ બાય ૧૦ ફૂટનો રોટલો પ્રસાદ તરીકે ભક્તોમાં વહેંચાયો. હજારો ભક્તોએ દર્શન, આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો. સાધના કોલોનીના જલારામ મંદિરમાં બાપાને ૫૬ ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. અહીં મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર પાર્થભાઈ કોટડીયા અને ધનજીભાઈ કછોટીયા, પૂર્વ કોર્પોરેટર ચંદુભાઈ કાછડીયા સહિતના આગેવાનોએ લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ લાલનું શાલ ઓઢાડીને સન્માન કર્યું. પૂર્વ કોર્પોરેટર મહાવીરસિંહ જાડેજા અને કોર્પોરેટર નીતાબા જાડેજા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા. બંને મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોએ કાર્યક્રમોમાં ભાગ લીધો.
    Click here to Read More
    Previous Article
    સતલાસણામાં ફાઈનાન્સ કંપનીએ મકાન પર લગાવેલો લોક તોડી કબજો:અનધિકૃત પ્રવેશ કરતા પોલીસ ફરિયાદ, લોનના હપ્તા ન ભરતા કલેક્ટરના હુકમથી મામલતદારે મકાન સીલ કર્યું હતું
    Next Article
    અમીરગઢ પેટ્રોલપંપ પર ધાડ કરનારા પાંચ ઝડપાયા:રાજસ્થાનની સુરેશ ગરાસીયા ગેંગના બે આરોપી અને 3 કિશોર પકડાયા, મુખ્ય સૂત્રધાર વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment