Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સત્તાનો દુરુપયોગ ભારે પડ્યો:સરકારી જમીન પર દબાણ કરનાર લાખણકાના ઉપસરપંચ હોદ્દા પરથી બરતરફ

    7 hours ago

    લાખણકા (ડેમ) ના જાગૃત નાગરિકની રજૂઆત બાદ ભાવનગર DDO હનુલ ચૌધરીની લાલ આંખ સત્તાનો દુરુપયોગ કરીને સરકારી જમીન પર અનઅધિકૃત દબાણ કરનારા પદાધિકારીઓ સામે ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી એ કડક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ઘોઘા તાલુકાના લાખણકા(ડેમ) ગામના જાગૃત નાગરિક આશિષ મનસુખભાઈ વાળા દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે હાથ ધરાયેલી તપાસમાં લાખણકા ગ્રામ પંચાયતના સભ્ય અને ઉપસરપંચ દાનાભાઈ કાળુભાઈ રાઠોડે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું સાબિત થયું છે. જેના આધારે DDO દ્વારા તેમને ગુજરાત પંચાયત અધિનિયમની કલમ હેઠળ સભ્ય અને ઉપસરપંચના હોદ્દા પરથી બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. લાખણકા (ડેમ)ના રહેવાસી આશિષ મનસુખભાઈ વાળાએ ઉપસરપંચ દાનાભાઈ રાઠોડ વિરુદ્ધ કલમ 57(1) હેઠળ કાર્યવાહી કરવા તા.17/6/26 ના રોજ રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ ઘોઘાના વિસ્તરણ અધિકારી દ્વારા કરાયેલી સ્થળ તપાસમાં બહાર આવ્યું હતું કે, લાખણકા ગામના પ્લોટ વિસ્તાર સર્વે નં.355 માં ઉપસરપંચ દ્વારા ઈંટો ગોઠવી અને પતરા નાખીને અંદાજે 25 ચોરસ મીટર જેટલી સરકારી જગ્યામાં બાથરૂમ બનાવી અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ઉપસરપંચ જમીનની માલિકી અંગેના કોઈ પણ આધાર-પુરાવા રજૂ કરી શક્યા ન હતા. સુનાવણીમાં ગેરહાજર રહેતા આખરી હુકમ ઘોઘા તાલુકા વિકાસ અધિકારીના તા.21/8 ના પ્રાથમિક તપાસ અહેવાલમાં દબાણની પુષ્ટિ થતાં, જિલ્લા પંચાયત દ્વારા તા.28/9 ના રોજ ઉપસરપંચને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તેમને પોતાનો બચાવ રજૂ કરવા માટે બે વખત સુનાવણીની તક આપવામાં આવી હતી, પરંતુ તેઓ બંને મુદતે ગેરહાજર રહ્યા હતા. બીજી તરફ, લાખણકા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીએ પણ મૌખિક રજૂઆતમાં દબાણ યથાવત હોવાના અહેવાલને સમર્થન આપ્યું હતું. આથી, નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ અને રેકર્ડ આધારિત પુરાવાઓને ધ્યાને લઈ ગંભીર ફરજચૂક બદલ જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ દાનાભાઈ રાઠોડને લાખણકા ગ્રામ પંચાયતના સભ્ય તેમજ ઉપસરપંચ પદેથી દૂર કરવાનો આખરી હુકમ કર્યો છે, DDOની આ કડક કાર્યવાહીથી સરકારી જમીન પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરથી દિવ્યાંગોની ત્રણ દિવસની યાત્રા શરૂ:ઉજ્જૈન, ઓમકારેશ્વર અને મમલેશ્વરનાં દર્શન કરાવાશે, કલેક્ટરે બસને લીલી ઝંડી આપી
    Next Article
    સતલાસણામાં ફાઈનાન્સ કંપનીએ મકાન પર લગાવેલો લોક તોડી કબજો:અનધિકૃત પ્રવેશ કરતા પોલીસ ફરિયાદ, લોનના હપ્તા ન ભરતા કલેક્ટરના હુકમથી મામલતદારે મકાન સીલ કર્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment