Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરથી દિવ્યાંગોની ત્રણ દિવસની યાત્રા શરૂ:ઉજ્જૈન, ઓમકારેશ્વર અને મમલેશ્વરનાં દર્શન કરાવાશે, કલેક્ટરે બસને લીલી ઝંડી આપી

    6 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી દિવ્યાંગો માટે ત્રણ દિવસની ધાર્મિક યાત્રા શરૂ થઈ છે. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ ઉમા વિદ્યાલયથી બસને લીલી ઝંડી આપી હતી. હિંમતનગર દિવ્યાંગ સેવા ટ્રસ્ટે દાતાઓના સહયોગથી યાત્રાનું આયોજન કર્યું છે. ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશભાઈ કટારીયા અને સહાયક દિનેશભાઈ પટેલ તથા જગદીશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રવાસ યોજાયો છે. યાત્રીઓ પાસેથી કુલ ખર્ચના 50 ટકા જ લેવામાં આવે છે. યાત્રામાં ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર અને મમલેશ્વર મહાદેવનાં દર્શન કરાવાશે. રસ્તામાં આવતા અન્ય ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેવાશે. આજે નીકળેલી બસ આવતીકાલે સવારે ઉજ્જૈન પહોંચશે. ત્યાં દિવસ દરમિયાન મહાકાલેશ્વરનાં દર્શન કર્યા પછી યાત્રીઓ ઓમકારેશ્વર અને મમલેશ્વર જશે. 19 નવેમ્બરે સાંજે હિંમતનગર પરત ફરવાનું આયોજન છે. ટ્રસ્ટે અગાઉ દિવ્યાંગો માટે સૌરાષ્ટ્રનો આઠ દિવસનો ધાર્મિક પ્રવાસ પણ યોજ્યો હતો. આ પ્રવૃત્તિમાં જિલ્લા કલેક્ટર સહયોગ અને માર્ગદર્શન આપે છે. મહાકાલેશ્વર મંદિરમાં સરળતાથી દર્શન થાય તે માટે કલેક્ટરે ભલામણ પત્ર પણ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં અભિષેક જ્વેલર્સના માલિક પર જીવલેણ હુમલો:ત્રણથી ચાર હુમલાખોરોએ ચાકુથી હુમલો કર્યો હોવાની ચર્ચા;વેપારી આલમમાં ફફડાટ
    Next Article
    સત્તાનો દુરુપયોગ ભારે પડ્યો:સરકારી જમીન પર દબાણ કરનાર લાખણકાના ઉપસરપંચ હોદ્દા પરથી બરતરફ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment