Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના ગોકુલનગરમાં દેશી દારૂ વેચતી મહિલા સહિત ત્રણ ઝડપાયા:મહિલા બુટલેગર, પુત્ર અને પુત્રવધૂની ધરપકડ; દારૂ વેચાણનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસનો દરોડો

    6 hours ago

    જામનગરના ગોકુલનગર વિસ્તારમાં દેશી દારૂના વેચાણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે જામનગર LCB અને સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસે દરોડો પાડીને દારૂનું વેચાણ કરતા શખ્સોને ઝડપી લીધા હતા. બાતમી અને વીડિયોના આધારે મહિલા બુટલેગર ઝડપાઈ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને ચોક્કસ બાતમીના આધારે જામનગર LCBની ટીમે ગોકુલનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દેશી દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગર સમજુ સિહોરાની ધરપકડ કરી હતી. પ્રોહિબિશનના 3 ગુના નોંધી વધુ 2 આરોપી પકડ્યા આ કેસમાં જામનગર સીટી સી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના 3 અલગ-અલગ ગુના નોંધ્યા છે. પોલીસની તપાસ અને કાર્યવાહી દરમિયાન સમજુ સિહોરાના પુત્ર મનોજ ઉર્ફે મુનો સિહોરા અને તેની પત્ની કાજલ સિહોરાની પણ ધરપકડ કરવામાં આવી છે, તેમજ પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક:બનાવ સમયે તથ્ય પટેલ સાથે કારમાં સવાર 5 મિત્રો કોર્ટમાં ફરી ગયા, કારની સ્પીડ અંગેના નિવેદન બદલી નાખ્યા
    Next Article
    19થી 25 નવેમ્બર વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી અંતર્ગત ભદ્ર ફેસ્ટિવલ:20 નવેમ્બર સુધી ભદ્ર પરિસરમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ, કાર્યક્રમનું આમંત્રણ ન અપાયું હોવાનો કોંગ્રેસના કોર્પોરેટરનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment