Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુત્રાપાડામાં સિંહ દર્શનની પેરવી કરનાર યુવકોને અટકાવતા વનકર્મી સાથે બબાલ:5થી વધુ યુવકોએ મારામારી કરી હોવાનો આક્ષેપ, ફરજમાં રુકાવટ બદલ કાર્યવાહી કરાશે

    2 days ago

    ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં મધરાતે વનકર્મી સાથે બબાલની ઘટના સામે આવી છે. સિદ્ધિ સિમેન્ટ ફેક્ટરી નજીક 5 થી 6 યુવકો સિંહ દર્શનની પેરવી કરી રહ્યા હતા. વનકર્મીએ તેમને અટકાવતા મામલો ગરમાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, સિંહ દર્શનની પેરવી કરી રહેલા યુવકોને વનકર્મીએ રોક્યા હતા. આ દરમિયાન યુવકો અને બીટ ગાર્ડ વચ્ચે પહેલા બોલાચાલી થઈ હતી, જે બાદ મારામારી સુધી પહોંચી હોવાનો આક્ષેપ છે. વનકર્મીને ધમકી પણ આપવામાં આવી હતી, જેના કારણે વનવિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ RFO કલસરિયા સહિત વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વનકર્મીની ફરજમાં રુકાવટ ઊભી કરવા બદલ સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વનવિભાગ દ્વારા હાલ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા યુવકોની ભૂમિકા, સિંહ દર્શનની પેરવી પાછળનો હેતુ અને વનકર્મી સાથે થયેલી બબાલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ છે. આ ગંભીર મામલે આર.એફ.ઓ યોગેશ કલસરિયાના જણાવ્યા મુજબ રાત્રીના સમયે વન વિભાગના ગાર્ડ સાથે ઘટના બની છે. હાલ આ ઘટનામાં સંડોવાયેલા યુવકોની શોધખોળ ચાલી રહી છે. તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. ગીર વિસ્તારમાં સિંહોના ગેરકાયદે દર્શન માટે વાહનોની પેરવી કરવી કે તેમની કુદરતી હિલચાલમાં દખલ કરવી એ વન્યજીવોની સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે. આવી પ્રવૃત્તિઓ સિંહોના કુદરતી વર્તન અને સુરક્ષાને નુકસાન પહોંચાડી શકે છે. આથી વનવિભાગ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરે છે.
    Click here to Read More
    Previous Article
    સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન-નારેબાજી:દાન ચોરી અને લાઠીચાર્જનો વિરોધ; રિજિજૂની રાહુલ-પ્રિયંકા સાથે બેઠક; હોબાળા બાદ લોકસભા સ્થગિત
    Next Article
    24 વર્ષ દેશસેવા બાદ જવાન વિમલસિંહ જાડેજાની વતન વાપસી:બાઇક રેલી યોજી, ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment