Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 વર્ષ દેશસેવા બાદ જવાન વિમલસિંહ જાડેજાની વતન વાપસી:બાઇક રેલી યોજી, ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું

    2 days ago

    જામનગર તાલુકાના ખીલોસ ગામના જવાન વિમલસિંહ હઠીસિંહ જાડેજા ભારતીય સેનામાં 24 વર્ષ અને 15 દિવસની સેવા બાદ નિવૃત્ત થઈ વતન પરત ફર્યા છે. ગ્રામજનોએ તેમનું સ્વાગત કર્યું હતું. નિવૃત્તિ બાદ વતન પરત ફરેલા જવાનના સન્માનમાં ફલ્લા ગામથી ખીલોસ ગામ સુધી આશરે પાંચ કિલોમીટર લાંબી બાઇક રેલી યોજાઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનો જોડાયા હતા. સમગ્ર માર્ગ પર દેશભક્તિના નારા અને 'ભારત માતા કી જય'ના નાદ ગુંજી ઉઠ્યા હતા. વિમલસિંહ જાડેજાએ ભારતીય સેનામાં દેશના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવી હતી. તેમની નિષ્ઠાપૂર્વક દેશસેવા બાદ વતન પરત ફરતા ગ્રામજનોમાં ગૌરવની લાગણી જોવા મળી હતી. ગામજનો અને આસપાસના લોકોએ તેમને ફૂલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા અને દેશસેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુત્રાપાડામાં સિંહ દર્શનની પેરવી કરનાર યુવકોને અટકાવતા વનકર્મી સાથે બબાલ:5થી વધુ યુવકોએ મારામારી કરી હોવાનો આક્ષેપ, ફરજમાં રુકાવટ બદલ કાર્યવાહી કરાશે
    Next Article
    ફાયર બ્રિગેડે માત્ર 20 મિનિટમાં 6 જીવ બચાવ્યા:રાજકોટનાં કોઠારીયા નજીકનાં મકાનમાં લાગેલી આગ વચ્ચે ફાયર વિભાગે આખા પરિવારનું દિલધડક રેસ્ક્યુ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment