Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જર્મન એરલાઇન લુફ્થાન્સાએ 20 હજાર ફ્લાઇટ્સ રદ કરી:ઈરાન યુદ્ધથી ઈંધણ મોંઘું; યુરોપમાં માત્ર 6 અઠવાડિયાનું જેટ ફ્યુઅલ બાકી

    4 days ago

    જર્મનીની એરલાઇન લુફ્થાંસાએ મેથી ઓક્ટોબર સુધી 20 હજાર શોર્ટ-હોલ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. ઈરાન યુદ્ધના કારણે યુરોપમાં જેટ ફ્યુઅલની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે. કંપનીના મતે, આનાથી લગભગ 40 હજાર ટન જેટ ફ્યુઅલની બચત થશે. કંપનીએ સોમવારથી દરરોજ લગભગ 120 ફ્લાઇટ્સ ઘટાડી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેવાથી તેલ પુરવઠાને અસર થઈ છે અને યુરોપમાં જેટ ફ્યુઅલ પુરવઠાની ચિંતા વધી છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA) એ ચેતવણી આપી છે કે યુરોપ પાસે ફક્ત 6 અઠવાડિયાનું જેટ ફ્યુઅલ બાકી છે. નેટવર્કમાં મોટા ફેરફારો, ખોટ કરતા રૂટ બંધ લુફ્થાન્સાએ મંગળવારે જણાવ્યું કે તે તેના નાના રૂટના નેટવર્કમાં ફેરફાર કરીને ઉનાળાનું ફ્લાઇટ શેડ્યૂલ સ્થિર રાખશે. કંપની એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં સંપૂર્ણ યોજના જાહેર કરશે. કંપનીએ તેના નેટવર્કમાં મોટા ફેરફારો કર્યા છે. ફ્રેન્કફર્ટ અને મ્યુનિકથી ખોટ કરતા રૂટ બંધ કરવામાં આવી રહ્યા છે, જ્યારે ઝુરિચ, બ્રસેલ્સ અને વિયેનાથી ફ્લાઇટ્સ વધારવામાં આવશે. આનાથી મુસાફરોને લાંબા અંતરની ફ્લાઇટ્સ સાથે વધુ સારું કનેક્શન મળશે. ઉનાળાના અંત સુધીમાં લાંબા અંતરની ફ્લાઇટ્સની ક્ષમતા થોડી ઓછી કરવામાં આવશે. 6 મોટા વિમાનો હટાવવામાં આવશે, 2 બોઇંગ 747 શિયાળામાં ઉડાન ભરશે નહીં અને 4 એરબસ A340-600 વિમાનો ઓક્ટોબરમાં કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. ખર્ચ ઘટાડવા માટે કંપની તેના સિટીલાઇન કાફલાના 27 વિમાનો પણ બંધ કરી રહી છે. આ પાછળ મોંઘું ઇંધણ અને કર્મચારીઓ સાથે સંકળાયેલા વિવાદો મુખ્ય કારણો હોવાનું જણાવાયું છે. યુરોપમાં જેટ ફ્યુઅલની અછત ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ પર શરૂઆતથી તણાવ યથાવત છે. આનાથી ઇંધણ અને ગેસ સપ્લાય પ્રભાવિત થયો છે. જોકે, યુરોપના ટ્રાન્સપોર્ટ મંત્રીઓ જેટ ફ્યુઅલની અછતનો સામનો કરવાના ઉપાયો પર ચર્ચા કરી રહ્યા છે. યુરોપિયન યુનિયન (EU) વૈકલ્પિક અમેરિકી જેટ ફ્યુઅલ અને બહારથી વધુ ફ્યુઅલ ભરવાની મંજૂરી જેવા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. યુરોપની રાયનએર એરલાઇનના પ્રમુખ માઇકલ ઓ લેરીએ ચેતવણી આપી કે જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે તો મે મહિનાથી સપ્લાય ખોરવાઈ શકે છે. દુનિયાભરની એરલાઇન્સ પર અસર, ટિકિટ મોંઘી દુનિયાભરની એરલાઇન્સ પર તેની અસર દેખાઈ રહી છે. અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સે લગભગ 3.5% નેટવર્કમાં કાપ મૂકીને 1 બિલિયન ડોલર બચાવવાની યોજના બનાવી છે. હોંગકોંગની કેથે પેસિફિક, મલેશિયાની એર એશિયા X અને ન્યુઝીલેન્ડની એર ન્યુઝીલેન્ડ જેવી એરલાઇન્સ પણ રૂટ ઘટાડી રહી છે. ઘણી એરલાઇન્સે ટિકિટ મોંઘી કરી છે અથવા ફ્યુઅલ સરચાર્જ લગાવ્યો છે. યુરોપની ઇઝીજેટે ઇંધણ મોંઘું થવાથી વધુ નુકસાનની ચેતવણી આપી છે. જ્યારે કે બ્રિટિશ એરલાઇન વર્જિન એટલાન્ટિકે કહ્યું કે કિંમતો વધારવા છતાં આ વર્ષે નફો મુશ્કેલ રહેશે. જેટ ફ્યુઅલની મોંઘવારીથી મુસાફરો પર અસર જેટ ફ્યુઅલ મોંઘું થવાનો સીધો પ્રભાવ મુસાફરોના ખિસ્સા પર પડી રહ્યો છે. એરલાઇન્સના કુલ ખર્ચમાં ફ્યુઅલનો હિસ્સો 25% થી 40% સુધીનો હોય છે. ફ્યુઅલની કિંમતો વધતા જ કંપનીઓ ટિકિટ મોંઘી કરે છે અથવા ફ્લાઇટ્સ ઘટાડે છે. રૂટ નેટવર્કમાં ફેરફારનો અર્થ એ છે કે ઘણી ડાયરેક્ટ ફ્લાઇટ્સ બંધ થઈ શકે છે. મુસાફરોને કનેક્ટિંગ ફ્લાઇટ્સ લેવી પડી શકે છે, જેનાથી યાત્રાનો સમય અને ટ્રાન્ઝિટનો ઝંઝટ વધશે.
    Click here to Read More
    Previous Article
    West Bengal Election: Dum Dum Uttar, North 24 Parganas में Amit Shah की दहाड़, Mamata पर भी बरसे!
    Next Article
    સુરતમાં ઉદ્યોગપતિની પુત્રવધૂનો આપઘાત:લગ્નની તારીખના દિવસે જ ગળેફાંસો ખાધો, મેરેજના બે મહિના પૂર્ણ થયા'તા; કેજરીવાલ પરિવાર યાર્ન સહિતના વ્યવસાય સાથે સંકળાયેલો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment