Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઉદી અરેબિયામાં ફસાયેલા સુરેન્દ્રનગરના યાત્રિકો હેમખેમ પરત ફર્યા:મક્કાથી મસ્કત થઈ મુંબઈ અને ટ્રેનથી સુરેન્દ્રનગર પહોંચ્યા, પરિવારજનો સાથે ભાવુક મિલન

    2 days ago

    સુરેન્દ્રનગરના હાજી બટુકભાઈ જરગેલા સહિત ચાર ઉમરાહ યાત્રિકો સાઉદી અરેબિયાથી સુરક્ષિત પરત ફર્યા છે. તેઓ મક્કાથી મસ્કત થઈ મુંબઈ અને ત્યાંથી ટ્રેન મારફતે સુરેન્દ્રનગર પહોંચ્યા. રેલવે સ્ટેશન પર પરિવારજનો સાથે તેમનું ભાવુક મિલન થયું. આ યાત્રિકો 12 ઓક્ટોબરે ભારત પરત ફરવાના હતા, પણ રિયાધ એરપોર્ટ નજીક મિસાઈલ હુમલાને કારણે ફ્લાઇટ્સ રદ થઈ. આથી, તેમની વાપસી અટકી પડતા સુરેન્દ્રનગરમાં પરિવારજનો ચિંતિત હતા. લાંબા સમયની રાહ બાદ, હાજી બટુકભાઈ અને પરિવારજનો મક્કાથી મસ્કત થઈ મુંબઈ પહોંચ્યા. ત્યાંથી ટ્રેન દ્વારા રાત્રે 12:30 કલાકે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન આવ્યા. સ્વજનોને જોઈ પરિવારજનો ભાવુક બન્યા. હાજી બટુકભાઈએ સુરક્ષિત વાપસી બદલ ભારત સરકારનો આભાર માન્યો. યાત્રિકોની વતન વાપસીથી પરિવારમાં ખુશી છે.
    Click here to Read More
    Previous Article
    ભદ્રેશ્વર મેલડી માતાના મંદિરના ભુવાજીએ આત્મહત્યા કરી:પ્રેમ સંબંધના આક્ષેપો અને રૂ.20 લાખની ખંડણીના ત્રાસથી કંટાળી અગ્નિસ્નાન કર્યું, પત્નીએ 6 સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો
    Next Article
    સીવીએમ યુનિવર્સિટીના બે ફેકલ્ટી વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોમાં:ડૉ. રોહિત વેકરિયા અને ડૉ. યાચના ઝાને સ્ટેનફોર્ડ-એલ્સેવીર યાદીમાં સ્થાન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment