Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    387 યુવાનોને નોકરીની ઓફર અપાઈ:પાલનપુર જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળામાં સફળતા

    16 hours ago

    પાલનપુર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળામાં 387 યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર મળી હતી. આ મેળામાં કુલ 635 ઉમેદવારોએ ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના યુવાનોને ઘરઆંગણે રોજગારીની તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા નગરપાલિકા હોલ ખાતે આ ભરતીમેળો યોજાયો હતો. આ મેળામાં કુલ 15 નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. આ ભરતીમેળામાં વોલ્ટાસ બેકો પ્રા.લી. (વિઠલાપુર), મિત્સુબિશી ઇલેક્ટ્રિક ઓટોમોટિવ ઇન્ડિયા પ્રા.લી. (સાણંદ), ટાટા ઓટોકોમ્પ ગોટીન ગ્રીન એનર્જી પ્રા.લી. (સાણંદ), જે.બી.એમ. પ્રા.લી. (વિઠલાપુર), અરવિંદ મિલ્સ લિમિટેડ (ખાત્રેજ), વેલસ્પન લિવિંગ પ્રા.લી. (અંજાર), યુનો મિંડા લાઇટિંગ પ્રાઇવેટ લિમિટેડ (વિઠલાપુર) અને જે.એન.એસ. પ્રા.લી. (વિઠલાપુર) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સમાવેશ થાય છે. ભરતીમેળામાં ભાગ લેનાર 635 ઉમેદવારોમાંથી સઘન ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ 387 ઉમેદવારોને વિવિધ કંપનીઓ દ્વારા નોકરી માટેની ઓફર લેટર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી એમ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આવા રોજગાર ભરતીમેળા સ્થાનિક યુવાઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યા છે. રોજગાર કચેરી દ્વારા ભવિષ્યમાં પણ આવા આયોજનો સતત કરવામાં આવશે. પ્રજાપતિએ વધુમાં યુવાનોને સલાહ આપી હતી કે, નોકરી મેળવ્યા બાદ પણ આધુનિક યુગમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને અન્ય ટેકનિકલ કોર્સ શીખવા પર ભાર મૂકવો જોઈએ. આનાથી ભવિષ્યમાં પ્રમોશન અને કારકિર્દીના વિકાસમાં સરળતા રહેશે. આ ભરતીમેળાની એક વિશેષતા એ હતી કે, વર્ષ દરમિયાન સહયોગ આપનાર નોકરીદાતાઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ નવતર અભિગમ બદલ નોકરીદાતાઓએ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠાના યુવાનો માટે રોજગારલક્ષી દિશામાં આ સમગ્ર આયોજન એક મહત્વનું કદમ બની રહ્યું છે, જે તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે.
    Click here to Read More
    Previous Article
    મિલકતવેરામાં વ્યાજ માફી યોજનાને સર્વાનુમતે બહાલી:નાગરિકોને 33 કરોડની વ્યાજ રાહતનો સીધો લાભ મળશે, ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં 5 દરખાસ્તને લીલી ઝંડી
    Next Article
    સુરતમાં ગેસ અછત:લોકોએ કર્યો છાણાનો ઉપયોગ, માંગ વધતા ભાવમાં વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment