Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એેનાલિસિસ:ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં 33 ગુણ લાવવા ય વિદ્યાર્થીઓને અઘરા પડ્યા

    10 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના પરિણામમાં દાહોદ જિલ્લાનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. જિલ્લાનું કુલ પરિણામ 77.35% આવ્યું છે, પરંતુ નાપાસ થયેલા વિદ્યાર્થીઓના આંકડા એક ચિંતાજનક ચિત્ર રજૂ કરી રહ્યા છે. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મુખ્ય વિષયો હજુ પણ ‘લોઢાના ચણા'' સમાન સાબિત થઈ રહ્યા છે. દાહોદ જિલ્લામાં ધોરણ 10ના 2052 જેટલા વિદ્યાર્થીઓ એવા છે જેઓ એક અથવા બે વિષયમાં પાસિંગ માર્ક મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. આ જૂથમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત અને અંગ્રેજી વિષયમાં નાપાસ થયા છે. આ વિદ્યાર્થીઓ આગામી જુલાઈ માસમાં યોજાનારી પૂરક પરીક્ષામાં બેસશે. જો આ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં સખત મહેનત કરી ઉત્તીર્ણ થાય તો તેમનું કિંમતી શૈક્ષણિક વર્ષ બચી શકે તેમ છે. બીજી તરફ જિલ્લામાં 3433 વિદ્યાર્થીઓ એવા છે જેઓ બે થી વધુ વિષયોમાં નાપાસ થયા છે. આમાં વધુ પડતાં વિદ્યાર્થીઓ પણ ગણિત અને અંગ્રેજીની સાથે વિજ્ઞાન વિષયમાં પણ પછડાયા છે. બોર્ડના નિયમ મુજબ ત્રણ કે તેથી વધુ વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપી શકતો નથી. પરિણામે આ વિદ્યાર્થીઓએ હવે આવતા વર્ષે ફરીથી બોર્ડની પરીક્ષામાં બેસવું પડશે.
    Click here to Read More
    Previous Article
    સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી:દાહોદ સખી સેન્ટરે છોટાઉદેપુરની દીકરીનું પરિવાર સાથે મિલન કર્યું
    Next Article
    વાહનચાલકો આપે ધ્યાન:નબીપુર-વરેડીયા વચ્ચે લેવલ ક્રોસિંગ નં. 191 ઓવરબ્રિજના કામ માટે બંધ રખાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment