Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનચાલકો આપે ધ્યાન:નબીપુર-વરેડીયા વચ્ચે લેવલ ક્રોસિંગ નં. 191 ઓવરબ્રિજના કામ માટે બંધ રખાશે

    11 hours ago

    ભરૂચ નજીક આવેલાં નબીપુર અને વરેડિયા રેલવે સ્ટેશન વચ્ચે રોડ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેના કારણે લેવલ ક્રોસિંગ નંબર-191 ને તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યું છે. આ ક્રોસિંગ બંધ રહેવાના કારણે ભારે તથા હળવા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. રોડ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનચ લકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત કરગટ ક્રોસીંગ ગેટ નં. 189 અને નબીપુર ફાટક નં. 187 મારફતે પણ વાહનચાલકો વિકલ્પરૂપે મુસાફરી કરી શકશે. આ હુકમ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(બી) હેઠળ અમલમાં મૂકાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 131 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભારે વાહનો માટે: વરેડીયા નેશનલ હાઈવે નં. ૪૮ થી આવતા મોટા વાહનો નબીપુર ફાટક તેમજ પાલેજ ફાટકથી ટંકારીયા, ઘોડી તથા કહાન તરફ અવર-જવર કરી શકશે. હળવા વાહનો માટે: બાઇક અને કાર સહિતના નાના વાહનોએ પાલેજ ક્રોસીંગ ગેટ નંબર 196, 197 તથા 198નો ઉપયોગ કરવો. અન્ય વિકલ્પ: વાહનચાલકો કરગટ ક્રોસીંગ ગેટ નંબર 189 તથા નબીપુર ફાટક નં. 187 થી કહાન, અડોલ, ટંકારીયા તથા ઘોડી તરફ અવર-જવર કરી શકશે. નબીપુર -પાલેજ ફાટકનો ઉપયોગ કરવો
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એેનાલિસિસ:ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં 33 ગુણ લાવવા ય વિદ્યાર્થીઓને અઘરા પડ્યા
    Next Article
    LCBની કાર્યવાહી:40 હજાર બચાવવા ઝેરી કચરો ખાડીમાં નિકાલનો કારસો‎સાયખાની માલ્વીસ કંપનીના માલિક સહિત 5 સામે ગુનો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment