Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LCBની કાર્યવાહી:40 હજાર બચાવવા ઝેરી કચરો ખાડીમાં નિકાલનો કારસો‎સાયખાની માલ્વીસ કંપનીના માલિક સહિત 5 સામે ગુનો‎

    12 hours ago

    સાયખા જીઆઇડીસીમાં આવેલી માલ્વીસ ઇન્ડસ્ટ્રીઝમાંથી પોલી એલ્યુમિનિયમ કલોરાઇડ નામના હેઝાડર્સ વેસ્ટનો ખાડીમાં નિકાલ કરવાના કૌભાંડમાં 25 દિવસ ઉપરાંતની તપાસ બાદ કંપનીના માલિક સહિત 5 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેમિકલ વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબથી નિકાલ કરવામાં માત્ર રૂા.30 થી 40 હજારનો ખર્ચ આવતો હોય છે પણ થોડી રકમ બચાવવા માટે કંપનીના માલિક તથા કેમિકલ માફિયાઓએ તેનો ખાડીમાં નિકાલ કરવાનું કાવતરૂ ઘડી હજારો લોકોના જીવ જોખમમાં મુકવાનો ખેલ કર્યો હતો પણ પોલીસની સતર્કતાથી તેમનો ખેલ બગડી ગયો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે 11મી એપ્રિલના રોજ જોલવાની એસઆરએફ કંપની નજીકથી પસાર થતી ખાડીમાં હેઝાડર્સ વેસ્ટ ઠાલવવા માટે એક ટેન્કર ઉભું હોવાની માહિતી મળતાની સાથે દરોડો પાડયો હતો. રાજસ્થાન પાર્સિંગના ટેન્કરમાંથી ડ્રાઇવર સંદિપસિંહ મળી આવ્યો હતો. ટેન્કરમાંથી એકદમ તીવ્ર વાસ આવતી હતી તથા આંખોમાં બળતરા થાય તે પ્રકારનો હેઝાડર્સ વેસ્ટ ભરવામાં આવ્યો હતો. પોલી એલ્યુમિનિયમ કલોરાઇડ એસિડિક હોય છે જોલવા પાસેથી પસાર થતી ખાડીમાં કેમિકલ માફિયાઓ પોલી એલ્યુમિનિયમ કલોરાઇડ (પીએસી) નામનું અત્યંત જોખમી કેમિકલ ઠાલવવાની તૈયારીઓ કરી રહયાં હતાં. આ કેમિકલ સીધું નદી કે જળાશયોમાં લીક થાય, તો તે પાણીના pH સ્તરમાં ફેરફાર કરે છે. જે માછલીઓ અને અન્ય જળચર જીવો માટે જીવલેણ બની શકે છે. જમીનને થતાં નુકસાનની વાત કરવામાં આવે તો તેના પ્રસારથી જમીનની એસિડિટી વધે છે અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધવાને કારણે છોડના વિકાસમાં અવરોધ આવે છે. જોલવા પાસે ટેન્કરમાંથી મળેલા પીએસીની એસિડિક માત્રા 2 થી પણ ઓછી નોંધાઇ હતી. ટેન્કરમાં રહેલાં હેઝાડર્સ વેસ્ટનો કાયદાકીય કાર્યવાહી બાદ વૈજ્ઞાનિક ઢબથી નિકાલ કરવામાં આવશે અને તેનો ખર્ચ કંપની પાસેથી વસૂલવામાં આવશે. પાંચ આરોપી સામે ફરિયાદ નોંધાવાઇ કંપનીના બોગસ ઇનવોઇસ બનાવાયાં માલવીસ કેમિકલ્સમાંથી જોખમી રાસાયણિક કચરાના નિકાલ માટે જાણીતી કંપનીઓના બોગસ ઇનવોઇસ તથા ઇ-વે બિલનો ઉપયોગ કરાયો હતો. જોલવા ગામ પાસે ખાડીમાં જોખમી કેમિકલ ઠાલવવામાં આવે તે પહેલાં પોલીસે દરોડો પાડયો હતો. ટેન્કરના ડ્રાઇવર સંદિપસિંગ ઉર્ફે શેરૂ પાસેથી કાઇઝેન ફાર્માસ્યુટીકલ કંપનીના ઇનવોઇસ અને ઇ-વેબિલ મળ્યાં હતાં. કેમિકલનો જથ્થો ખરીદનાર તરીકે દહેજની ઓગઝેન ફાર્મા કંપની બતાવવામાં આવી હતી. ભરૂચ પોલીસની ટીમે બંને કંપનીઓ તથા રાજય વેરા કમિશનરની કચેરીમાં તપાસ કરતાં ઇન વોઇસ અને ઇ-વેબિલ ખોટા હોવાનું ફલિત થયું હતું. કાવતરાને આમ અંજામ આપવાનો હતો ઉજજૈનના ડ્રાઇવર સંદિપસિંગ પર યોગેન્દ્રસિંહનો ફોન આવ્યો હતો અને તેણે દહેજના શેરે પંજાબ ઢાબા પરથી ટેન્કર લઇને સાયખામાં આવેલી માલ્વીસ ઇન્ડસ્ટ્રીઝ પર જવાનું કહેવામાં આવ્યું હતું. ટેન્કર સાયખાની માલ્વીસ ઇન્ડસ્ટ્રીઝ પર પહોંચતાં તેમાં 43 હજાર લીટર કરતાં વધારે પીએસી નામનો હેઝાડર્સ વેસ્ટ ભરી આપવામાં આવ્યો હતો. કેમિકલ ભર્યા બાદ જોલવાની એસઆરએફ કંપની પાસે આવેલી ખાડી પાસે ટેન્કર ઉભુ રાખવા કહયું હતું. જયાં રાહુલ નામનો ઇસમ આવીને આગળ શું કાર્યવાહી કરવાની છે તેમ જણાવશે તેમ કહયું હતું. ડ્રાઇવર રાહુલની રાહ જોઇ રહયો હતો.
    Click here to Read More
    Previous Article
    વાહનચાલકો આપે ધ્યાન:નબીપુર-વરેડીયા વચ્ચે લેવલ ક્રોસિંગ નં. 191 ઓવરબ્રિજના કામ માટે બંધ રખાશે
    Next Article
    French Prosecutors Probe Elon Musk's X Over Deepfakes, Child Abuse Content

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment