Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19થી 25 નવેમ્બર વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી અંતર્ગત ભદ્ર ફેસ્ટિવલ:20 નવેમ્બર સુધી ભદ્ર પરિસરમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ, કાર્યક્રમનું આમંત્રણ ન અપાયું હોવાનો કોંગ્રેસના કોર્પોરેટરનો આક્ષેપ

    6 hours ago

    અમદાવાદ શહેરની ઐતિહાસિક વિરાસત, પોળ સંસ્કૃતિ, સ્થાપત્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને દેશ-વિદેશના લોકો સુધી પહોંચાડવાના હેતુથી 19થી 25 નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવશે. ભદ્ર ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમમાં સ્થાનિક જમાલપુર વોર્ડના કોંગ્રેસના કાઉન્સિલરોને આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા ભદ્રા ફેસ્ટિવલ અને વોટર હેરિટેજ સિરીઝ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 'મને અને મારા સાથી કાઉન્સિલરને આમંત્રણ નથી આપ્યું' કોંગ્રેસ કોર્પોરેટર ડો.નાઝનીન ઠાકોરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરને હેરિટેજ સિટી તરીકેનું બિરુદ મળ્યું છે ત્યારે જમાલપુર વિસ્તારમાં પણ અનેક હેરિટેજ ઈમારત અને સ્થળો આવેલી છે જમાલપુર વોર્ડ માં આવેલા વિવિધ સ્થળો એ હેરિટેજ વિકની ઉજવણી થતી હોય અને ત્યાંના સ્થાનિક કાઉન્સિલર તરીકે મને અને મારા સાથી કાઉન્સિલર્સને આમંત્રણ પણ આપવામાં આવતું નથી જે યોગ્ય નથી. જ્યારે શહેરના દરેક નાગરિકોને કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ હોય અને મેયર, કમિશનર, તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જનપ્રતિનિધિઓની અવગણના કરે તે દુઃખદ વાત છે. 20મી સુધી ભદ્ર પરિસરમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ 19 નવેમ્બરથી ભદ્ર ફેસ્ટિવલ યોજવાનો છે ત્યારે આજથી જ ભદ્ર પરિસરમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. 20 નવેમ્બર સુધી ભદ્ર પરિસરમાં અવરજવર બંધ રહેશે. એક સમયે ભદ્ર પરિસરમાં જ ગેરકાયદે બેસતા પાથરણાંવાળાઓના કારણે આખા રોડ ઉપર જામ થતો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી, ત્યારે ભદ્ર ફેસ્ટિવલ હોવાના પગલે આજથી જ તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ પાથરણા વાળાઓ પણ 3 દિવસ સુધી પાથરણા બજાર બંધ રાખશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના ગોકુલનગરમાં દેશી દારૂ વેચતી મહિલા સહિત ત્રણ ઝડપાયા:મહિલા બુટલેગર, પુત્ર અને પુત્રવધૂની ધરપકડ; દારૂ વેચાણનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસનો દરોડો
    Next Article
    દહેગામમાં બુટલેગરો બેફામ:નાંદોલની સીમમાં મધરાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી, ઓરડીના ગુપ્ત ભોંયરામાંથી 14.72 લાખનો દારૂ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment