Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેગામમાં બુટલેગરો બેફામ:નાંદોલની સીમમાં મધરાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી, ઓરડીના ગુપ્ત ભોંયરામાંથી 14.72 લાખનો દારૂ ઝડપાયો

    6 hours ago

    દહેગામ પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂની બદીએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. ભૂતકાળમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્રાટકીને વિપુલ માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. તેમજ દેશી દારૂ પીવાથી કથિત લઠ્ઠાકાંડમાં એક વ્યક્તિનું મોત થયા ના પણ ગંભીર આક્ષેપો થયા હતા. દહેગામમાં દેશી-વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ફૂલીફાલી હોવાની ગંભીર નોંધ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ પણ લીધી હતી. જેના પગલે થોડો સમય દારૂના વેપલા પર અંકુશ આવ્યો હતો, પરંતુ ફરી એકવાર બુટલેગરો સક્રિય થયા હોવાનો પર્દાફાશ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરીને નાંદોલની સીમમાં દરોડો પાડી ગુપ્ત ભોંયરામાંથી 14.72 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. નાંદોલ ગામે વિદેશી દારૂનો વેપલો ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ કે. જે. રાઠોડની સૂચનાથી LCB-1 ની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન દહેગામ બસ સ્ટેન્ડ નજીક પહોંચતા ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, દહેગામ તાલુકાના નાંદોલ ગામની સીમમાં આવેલા નીલકંઠ મહાદેવના છાપરા ખાતે રહેતા બુટલેગર નરેશ ઉર્ફે ટીનાજી સરદારસિંહ ઠાકોર અને રણજીતસિંહ દિનેશજી ઠાકોર ભેગા મળીને વિદેશી દારૂનો વેપલો ચલાવે છે. મધરાતે દોઢ વાગ્યા આસપાસ LCBનો દરોડો જેના માટે નરેશ ઉર્ફે ટીનાજી ઠાકોરે બહારથી મંગાવેલો દારૂનો મોટો જથ્થો રણજીતસિંહ ઠાકોરના કબજા ભોગવટાવાળી જગ્યામાં સંતાડી રાખ્યો હોવાની હકીકત મળતા જ ટીમે મધરાતે દોઢ વાગ્યાની આસપાસ દરોડો પાડ્યો હતો. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા બંને બૂટલેગરો ઘરે હાજર મળી આવ્યા ન હતા, પરંતુ રણજીતસિંહ ઠાકોરનું મકાન ખુલ્લું હતું. જ્યારે બાજુમાં આવેલી ઓરડીમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. ઓરડીના ખૂણામાં મીણિયાની થેલીઓમાં અનાજ ભરીને થપ્પા મારવામાં આવ્યા હતા. પોલીસે ₹14 લાખનો જથ્થો ઝડપી પાડ્યો જેના પગલે પોલીસે પાક્કી બાતમીના આધારે અનાજના કોથળા હટાવીને જોતા નીચે એક પથ્થર ઢાંકેલું ગુપ્ત ભોંયરું મળી આવ્યું હતું. ભોંયરાની અંદર મોબાઈલની ટોર્ચ વડે તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો છુપાવેલો જોવા મળ્યો હતો. વહેલી સવાર સાત વાગ્યા સુધી ચાલી ચાલેલી આ દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે ભોંયરામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી બોટલો, ટ્રેટા પેક અને બિયરના ટીન મળી કુલ 8,744 નંગ જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા આ દારૂના જથ્થાની કુલ કિંમત રૂ.14,72,008 આંકવામાં આવી છે. આ ઉપરાંત સ્થળ પરથી દિનેશ ઉદેસિંહ ઠાકોરના નામનું એક વીજ બિલ પણ કબજે કરવામાં આવ્યું છે. બંને બૂટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ આ મામલે દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ફરાર બંને બૂટલેગરો નરેશ ઉર્ફે ટીનાજી સરદારસિંહ ઠાકોર અને રણજીતસિંહ દિનેશજી ઠાકોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. જોકે નાંદોલ ગામની સીમમાં ભોંયરું બનાવીને આટલી મોટી માત્રામાં દારૂનો સંગ્રહ થતો હોવા છતાં સ્થાનિક પોલીસને તેની ગંધ સુદ્ધાં ન આવી નથી. જેના પરથી જિલ્લા પોલીસ વડાની સુચનાનું કડક પાલન નહીં થતું હોવાનું પણ ચિત્ર ઉપસી આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    19થી 25 નવેમ્બર વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી અંતર્ગત ભદ્ર ફેસ્ટિવલ:20 નવેમ્બર સુધી ભદ્ર પરિસરમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ, કાર્યક્રમનું આમંત્રણ ન અપાયું હોવાનો કોંગ્રેસના કોર્પોરેટરનો આક્ષેપ
    Next Article
    વડોદરાના જાંબુવામાં 12 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યૂ:ગોકુલ ડુપ્લેક્સના પાછળના ગેટ પાસે આવેલા રોડ પર મગર જોવા મળ્યો, સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ અને વન વિભાગે સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment