Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હલેન્ડા ગામે વૃદ્ધ દંપતીનું મોત:ખેતરમાં રોજિંદુ કામ કરતા સમયે વાડી પરથી પસાર થતો વીજવાયર તૂટીને માથે પડ્યો'તો, નજીકમાં કામ કરતા પુત્ર અને પુત્રવધૂ બચાવવા જતા ઈજાગ્રસ્ત થયા

    6 hours ago

    રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે વાડીએ ખેતીકામ કરી રહેલા દંપતી પર અચાનક 11 કે.વી.નો જીવંત વીજતાર તૂટી પડતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં કરંટ લાગવાથી બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જયારે નજીકમાં જ કામ કરતા પુત્ર અને પુત્રવધુ બચાવવા જતા તેઓ બન્ને પણ દાઝી ગયા હતા જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા સમગ્ર મામલે આજીડેમ પોલીસ તથા PGVCL સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. રાજકોટ-આટકોટ રોડ પર આવેલા હલેન્ડા ગામની સીમમાં આજે વહેલી સવારે વાડીએ ખેતીકામ કરી રહેલા ગાંડુભાઈ જાદવભાઈ વાવડીયા (ઉ.વ.71) અને તેમના પત્ની કાંતાબેન ગાંડુભાઈ વાવડીયા (ઉ.વ.70) ઉપર વીજપોલ પરથી અચાનક 11 કે.વી.નો જીવંત વીજવાયર તૂટી પડ્યો હતો જેના કારણે ભારે કરંટ લાગવાથી દંપતીનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ગાંડુભાઈ અને કાંતાબેન પોતાની વાડીએ રોજિંદુ ખેતીકામ કરી રહ્યા હતા દરમિયાન અચાનક વીજવાયર તૂટીને સીધો તેમના પર પડ્યો હતો. પ્રવાહ ચાલુ હોવાથી બંને વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. શોક લાગતાની સાથે જ દંપતીએ બૂમાબૂમ કરી મૂકી હતી જેનો અવાજ સાંભળી ખેતરમાં નજીકમાં જ કામ કરતો તેમનો પુત્ર હસમુખ અને પુત્રવધૂ દયા બચાવવા માટે દોડી આવ્યા હતા પણ મોડું થઈ ગયું હતું. આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકો અને ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પરંતુ ગંભીર રીતે દાઝી ચૂકેલા દંપતીને બચાવવાની કોઈ તક મળી ન હતી. આ ઘટનામાં પુત્ર અને પુત્રવધૂને પણ ઈજા પહોંચી હતી જેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતક ગાંડુભાઈ બે ભાઈઓ અને ચાર બહેનોમાં મોટા હતા તેમજ દંપતીને સંતાનમાં ચાર દીકરા અને ચાર દીકરીઓ છે. દંપતી નિત્યક્રમ મુજબ વાડીએ કામ કરતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ​ ગ્રામજનોના આક્ષેપ છે કે આ વિસ્તારમાં લાંબા સમયથી વીજવાયરો અત્યંત જર્જરિત હાલતમાં છે અને અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં વીજતંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કે મરામત કરવામાં આવી નથી. ગ્રામજનો અને આગેવાનો દ્વારા આ ગંભીર દુર્ઘટના માટે જવાબદાર તંત્ર સામે કડક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માગ કરવામાં આવી રહી છે. હાલ બનાવ અંગે આજીડેમ પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરી દંપતીના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ-ડીઝલ ડીલર્સે કમિશનમાં 30-40% વધારો કરવાની માગ કરી:LPG ડીલર્સે પ્રતિ સિલિન્ડર ₹122 વધારાની માગ કરી
    Next Article
    દાણીલીમડામાં ધો-12ના વિદ્યાર્થીનું છરીની અણીએ અપહરણ:પિતાના વિવાદિત વીડિયોની અદાવતમાં ત્રણ શખસે માર મારી ધમકી આપી, આરોપીઓની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment