Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરિયરની ચિંતામાં વિધાર્થીનો આપઘાત:આજવા રોડ પર ધો.12 સાયન્સના સ્ટુડન્ટે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    14 hours ago

    વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા એક બેંક મેનેજરના એકના એક 18 વર્ષીય પુત્રે ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતા આશાસ્પદ વિદ્યાર્થીના આ અંતિમ પગલાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ અંગે જાણ થતાં જ બાપોદ પોલીસે સ્થળ પર પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દીકરાને લટકતો જોઈ માતા-પિતાના પગ તળેથી જમીન સરકી આજવા રોડ સ્થિત પંડિત દીનદયાલ હોલ નજીક સાંઈકૃપા રેસિડેન્સીમાં રહેતા બિનોદકુમાર ગુપ્તા બેંક મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમનો પુત્ર આર્યનગત રોજ ટીવી જોયા બાદ પોતાના રૂમમાં ગયો હતો. સવારે સાડા સાત વાગ્યાની આસપાસ માતા-પિતાએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં પિતાએ દરવાજો તોડ્યો હતો. જ્યાં આર્યન ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. કરિયરની ચિંતામાં પગલું ભર્યું હોવાની આશંકા ઘટનાની જાણ થતાં જ બાપોદ પોલીસ મથકના એ.એસ.આઇ. હર્ષિતભાઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી પંચનામા સહિતની કાનૂની તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આર્યનને ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં 74 ટકા આવ્યા હતા. જેથી પરિણામ બાદ કરિયર અને ભવિષ્યને લઈને સતાવી રહેલી ચિંતાના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં બાપોદ પોલીસે આ વિધાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરી આ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાગબારામાં 23મા દિવસે રાજકીય પક્ષો એક મંચ પર:મંત્રીઓ સોમવારે ખોપી ગામની મુલાકાત લેશે; ધરણાનો અંત આવવાની તૈયારી
    Next Article
    Watch: Vaibhav Sooryavanshi Ends DRS Confusion With Bold Call, This Happens Next

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment